‘બીવી હો ઇતની સુંદર તો હસબેંડ હોગા હી દીવાના…’ ભૂમિ પેડનેકરની બોલ્ડ અને હોટ તસવીરો પર ફેન્સે કરી કમેન્ટ

ભૂમિ પેડનેકરની નવી ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ટ્રેલર લોન્ચ સમયે ભૂમિએ પર્પલ લહેંગો પહેર્યો હતો, જેના ઘણા ફોટોઝ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની અપકમિંગ ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’નું મુંબઈમાં એક મોટા કાર્યક્રમ દરમિયાન ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું.

જ્યાં ત્રણેય સ્ટાર્સ ખૂબ જ સુંદર લુકમાં દેખાયા હતા. અર્જુન, ભૂમિ અને રકુલની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ 21 ફેબ્રુઆરી 2025ના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. પહેલા આ ફિલ્મનું અદ્ભુત ટ્રેલર રિલીઝ થયું છે જેમાં લવ ટ્રાયેંગલ નહિ પણ લવ સર્કલ જોવા મળ્યુ. આ ટ્રેલર મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન અર્જુન કપૂર ડેશિંગ લુકમાં અને તેની બંને હિરોઈનો ગોર્જિયસ લુકમાં જોવા મળ્યા હતા. ભૂમિએ લહેંગો પહેર્યો હતો, જેમાં તે તબાહી મચાવતી જોવા મળી. લહેંગો ડાર્ક પર્પલ કલરનો છે અને સાથે બ્લાઉઝ મલ્ટાકલરના ધાગાથી સજેલ છે. પોતાના હોટ દેસી અવતારને એક્ટ્રેસે સેટલ મેકઅપ અને ખુલ્લા કર્લી વાળ સાથે પૂરો કર્યો.

એક તસવીરમાં તે હાથમાં નાની ક્લચ બેગ સાથે પણ જોવા મળે છે. ફેન્સ આ તસવીર પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એકે કોમેન્ટમાં લખ્યું- બીવી હો ઇતની સુંદર તો હસબેંડ હોગા હી દીવાના. બીજાએ લખ્યું – તું ખૂબ જ ક્યૂટ છે.

 

View this post on Instagram

 

A post shared by Harsh Gujral (@realharshgujral)

Previous Article

દુલ્હને કર્યો આ ગીત પર ધમાકેદાર ડાંસ, દુલ્હાનું રિએક્શન જોઇ ચોંકી ગયા લોકો; 30 મિલિયનથી વધુ લોકોએ જોયો વીડિયો

Next Article

જાહ્નવી કપૂરનો સુપર એલિગન્ટ લુક, સ્વીટહાર્ટ નેકલાઇન ગાઉનમાં ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!