21 વર્ષ બાદ મિસ યુનિવર્સનો ખિતાબ ભારતને અપાવનારી હરનાઝ સંધુ આજકાલ ખુબ જ ચર્ચામાં રહે છે. મિસ યુનિવર્સ 2021ની સ્પર્ધા જીતીને હવે હરનાઝ તેના ઘરે પરત ફરી છે. આ સ્પર્ધા વિશે જો વાત કરવામાં આવે તો તેમાં 10 રાઉન્ડ હતા. જેમાં દરેક વખતે તે જજનું ધ્યાન તેની તરફ ખેંચતા જીતનો ખિતાબ તેના નામે કરી લીધો.
View this post on Instagram
ત્યારે હવે હરનાઝની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે. હરનાઝના ચાહવા વાળા પણ તેની આ તસવીરો ઉપર કોમેન્ટ કરીને થાકતા નથી. હરનાઝની વાયરલ થઇ રહેલી પુલ તસ્વીરોમાં તેનો કોન્ફિડેન્સ પણ સ્પષ્ટ નજર આવી રહ્યો છે, સાથે જ તે ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે.
View this post on Instagram
આ સ્પર્ધાના 10 રાઉન્ડની નાદાર એક રાઉન્ડ સ્વિમિંગ પુલ રાઉન્ડ પણ હતો, જેમાં હરનાઝ સંધુનો કોન્ફિડેન્સ, લુક્સ અને ગ્લેમર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઓરેંજ અને રેડ પુલ આઉટફીટમાં હરનાઝના આ પોઝને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના ચાહવા વાળા આ તસવીર ઉપર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું કે, “દિલ લે ગઈ કુડી પંજાબ દી….” તો અન્ય એક યુઝર્સ દ્વારા “ખુબ જ સુંદર” લખવામાં આવ્યું. હરનાઝ સંધુ પંજાબમાંથી આવે છે. 21 વર્ષની હરનાઝે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો આભ્યાસ કર્યો છે. હરનાઝ સંધુ ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ 2019નો ખિતાબ પણ જીતી ચુકી છે.
View this post on Instagram
હરનાઝ સંધુને એડવેન્ચર ગેમ્સ, ટ્રાવેલિંગ અને હોર્સ રાઇડિંગનો શોખ છે. હરનાઝ પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. હરનાઝ ભલે નવી નવી સેલેબ્રીટી બની હોય, પરંતુ તેને ઘણા બધા ખિતાબ પોતાના નામે કર્યા છે. મિસ ચંદીગઢ 2017, મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયા 2018 અને ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ 2019નો ખિતાબ જીતવા વાળી હરનાઝ શાહી લાઈફ જીવે છે.
View this post on Instagram
હરનાઝ ઘણા લાંબા સમયથી મોડેલિંગ કરી રહી છે. એવામાં હરનાઝની નેટવર્થ પણ ખુબ જ વધારે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં હરનાઝની નેટવર્થ એક મિલિયન ડોલર હતી, જે વર્ષ 2021માં 5 મિલિયન ડોલર સુધી વધી ગઈ. ભારતીય નાણાં અનુસાર હરનાઝની નેટ વર્થ લગભગ 38 કરોડ રૂપિયા છે.
View this post on Instagram