ઈશ્વરની અતૂટ શ્રદ્ધાનું જીવતું જાગતું ઉદાહરણ, ઉજ્જૈનમાં મહાકાલને 5 મહિનાથી ખોવાયેલા દીકરાને શોધવા વિનંતી કરી અને મહાદેવે તરત ભક્તનો અવાજ સાંભળ્યો, જુઓ

800 કિલોમીટર દૂરથી ઉજ્જૈનના મહાકાલ પાસે ખોવાયેલા દીકરાને પાછો માંગવા આવ્યા પિતા, પછી થોડી જ વારમાં થયો ચમત્કાર, આંખો સામે ઉભેલો મળ્યો લાડકવાયો

ભગવાન ભલે દેખાતા ના હોય છતાં પણ લોકોને ઈશ્વરમાં શ્રદ્ધા છે અને ઘણીવાર ભગવાન હોવાના પણ પરચાઓ મળતા હોય છે, જેના કારણે માણસોની શ્રદ્ધા ભગવાન પ્રત્યે અપાર વધતી જતી જોવા મળે છે, દરેક કામમાં આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ, ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આ ઘટના ચર્ચામાં ચાલી રહી છે.

જેમાં એક પિતા ઉજ્જૈનમાં પોતાના ખોવાયેલા દીકરો મળી જવાની પ્રાર્થના કરવા માટે મહાકાલ પાસે આવ્યા હતા, અને પ્રાર્થના કરવાના થોડા જ સમયમાં મહાદેવે તેમને તેમનો દીકરો પરત અપાવી દીધો, આ ઘટના પણ કોઈ ચમત્કારથી જરા પણ કમ નથી. કોઈ ફિલ્મ જેવી લાગતી આ કહાની છે ઉજ્જૈનથી લગભગ 800 કિલોમીટર દૂર આવેલા ઉત્તરપ્રદેશના કાસગંજની. જ્યાં રહેતા શ્રીકૃષ્ણ કુમારનો દીકરો 5 મહિના પહેલા ગુમ થઇ ગયો હતો. તેમનો દીકરો માનસિક રૂપે કમજોર હતો. પરિવારે તેની બહુ શોધખોળ કરી પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો.

તેમને તેમના સંબંધીઓ અને મિત્રોની પણ પુછપરછ કરી પરંતુ તેમને બધેથી નિરાશા જ હાથ લાગી. ત્યારે શ્રીકૃષ્ણ કુમારના એક મિત્ર પવન સમાધિયા ઉજ્જૈનના મહાકાલમાં ખુબ જ શ્રદ્ધા રાખતા અને વરંવાર દર્શન કરવા પણ જતા હતા. ત્યારે તેઓ ઉજ્જૈન જતા હતા ત્યારે શ્રીકૃષ્ણને પણ પોતાની સાથે આવવા અને મહાકાલના દરબારમાં દીકરાને શોધવાની વિનંતી કરવાનું કહ્યું. જેના બાદ તે બંને ઉજ્જૈનમાં આવ્યા અને શ્રીકૃષ્ણએ માથું ટેકવીને પોતાનો દીકરો પાછો મળે તે માટેની પ્રાર્થના કરી.

પવન સમાધિયાએ જણાવ્યું કે તે અવારનવાર ઉજ્જૈન આવતો રહે છે. તેમને કોઈએ કહ્યું હતું કે અહીં સેવાધામ આશ્રમ છે, જ્યાં નિરાધારોને આશ્રય આપવામાં આવે છે. મહાકાલના દર્શન કર્યા બાદ અમે આશ્રમ પહોંચ્યા અને સ્થાપક સુધીરભાઈ ગોયલને મળ્યા. દીકરાનો ફોટો જોઈને ગોયલે કહ્યું “તમારો પુત્ર ત્રણ મહિનાથી અમારા આશ્રમમાં રહે છે. આ સાંભળીને પિતાની ખુશીનો પાર ન રહ્યો.

માનસિક રીતે દિવ્યાંગ પંકજ 29 જુલાઈ 2022ના રોજ ડાયમંડ મિલના ચાલ રોડ પર દયનીય હાલતમાં પડેલો હતો. તેને જોઈને ચાઈલ્ડ લાઈને દેવાસગેટ પોલીસને જાણ કરી હતી. બાળકને બાળ કલ્યાણ સમિતિમાં મોકલવામાં આવ્યું હતું. અહીંથી તેને સેવાધામ આશ્રમ સંચાલિત શ્રી રામકૃષ્ણ ચિલ્ડ્રન હોમમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાળકના હાથમાં ઈજા થઈ હતી. ઘણી મહેનત બાદ તેણે પોતાનું નામ પંકજ રહેવાસી ઉત્તર પ્રદેશ હોવાનું જણાવ્યું હતું. અહીં કેવી રીતે પહોંચ્યો તેનું કારણ પૂછવા પર તે એટલું જ કહી શક્યો કે તે ટ્રેનમાં ચઢ્યો હતો અને પછી નીચે પડ્યો હતો. તે ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો તેની તેને ખબર નથી.

Niraj Patel