દીવાલ તોડીને કાર નર્મદા કેનાલમાં ખાબકી, મહિલાએ પોતાની ઈજ્જતની ચિંતા કર્યા વગર સાડી કાઢીને બાળકોને બચાવવા માટે નાખી અંદર… પછી…
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકોના મોત પણ નિપજ્યા છે. તો ઘણીવાર નાની ઉંમરના બાળકો પણ વાહન લઈને નીકળી જતા હોય છે અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો કડીમાંથી સામે આવ્યો છે. જ્યાં 3 વિદ્યાર્થીઓની કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી.
આ બાબતે પ્રાપ્ત માહતી અનુસાર કડીમાં આવેલા કરણનગર રોડ પર રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા જીગ્નેશ, તક્ષ અને દેવ નામના વિદ્યાર્થીઓ ગત રોજ સામાજિક વિજ્ઞાનનું પેપર આપ્યા બાદ પોતાના ઘરે પરત આવ્યા હતા. જ્યાંથી પરિવારને જાણ કર્યા વગર જ જીગ્નેશ તેની વેગેનાર કાર લઈને તેના બંને મિત્રો સાથે ફરવા માટે નીકળી ગયો હતો.
કાર લઈને જતા હતા ત્યારે જ કડીના થોર રોડ પર આવેલી બોરીસણા મુખ્ય નદીના કેનાલ પર આવેલા સર્વિસ રોડ પર કારનું બેલેન્સ બગડતા જ કાર દીવાલ તોડીને કેનાલમાં ખાબકી હતી. જેના કારણે કેનાલમાં પડેલા ત્રણેય વિદ્યાર્થીઓ બચાવવા માટેનું બૂમો પાડવા લાગ્યા. ત્યારે જ ત્યાંથી પોતાના પતિ સાથે પસાર થતી એક મહિલાએ આ ઘટના જોઈ અને તરત બચાવવા માટે પહોંચી ગયા.
મહિલાએ પોતાની સાડી ઉતારીને પતિની મદદથી કેનાલમાં ફેંકી, પતિએ પણ આસપાસના લોકોને તેમને બચાવવા માટે બોલાવ્યા, સાડીનો છેડો પકડીને બે વિદ્યાર્થીઓ બહાર આવી ગયા પરંતુ દેવ નામના વિદ્યાર્થીનો કોઈ પત્તો ના લાગ્યો. દેવ ગાડીની સાથે જ પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું. જયારે અન્ય બંને વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે.