છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિ કરવા માટે સગીરાનું અપહરણ કર્યું, આખી રાત નિર્વસ્ત્ર કરીને બે પગમાં બાંધ્યું નારિયેળ, કુંડાળામાં ઉભી રાખી અને મંત્ર ભૂલી જતા જ…

તાંત્રિકે કહ્યું, “આ સગીરા જ્યાં પણ કહેશે ત્યાં બસ રૂપિયાના ઢગલા થવાના છે!”બધા જ કપડાં કાઢીને આખી રાત…

tantrik puja On minor Girl : ગુજરાતમાં આજે પણ ઠેર ઠેર અંધશ્રદ્ધાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે, જેમાં ઘણીવાર અંધશ્રદ્ધાના નામ પર તાંત્રિકો અને ભૂવાઓ લાખો હજારો રૂપિયા પડાવી જતા હોય છે, તો કોઈની બલી પણ ચઢાવી દેવામાં આવતી હોય છે, ત્યારે ઘણીવાર અંધશ્રદ્ધામાં જ કોઈ બહેન દીકરી સાથે બળજબરી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે.

આ ઘટના સામે આવી છે છોટાઉદેપુરમાંથી. જ્યાંના કવાંટ તાલુકામાં આવેલા એક ગામની અંદર એક સગીરાનું રૂપિયાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું અને તેના પર આખી રાત તાંત્રિક વિધિ કરવામાં આવી. તેનું અપહરણ બીજા કોઈએ નહિ પરંતુ તેના જ ગામના બે લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના જ યુવક વિકેશ અને સંગીતા નામની એક મહિલાએ સગીરાને પડીકી ખાવાનું કહીને ફોસલાવી ઘરેથી લઇ ગયા હતા.

આ સમયે સગીરાના માતા પિતા પણ ઘરે નહોતા, જેના કારણે તેને કોઈ રોકવા વાળું પણ નહોતું, ઘરેથી થોડે આગળ નીકળ્યા બાદ બાઈક પર ત્રણેય જણા નસવાડી તાલુકાના ગામોમાંથી પસાર થઈને આંધળી ગામે પહોંચ્યા હતા. જ્યાં દિલીપ નામના વ્યક્તિ સાથે અન્ય બે બાઈક લઈને ત્રણ જણા આવી ગયા હતા. આગળ એક ગામમાં જતા ત્યાં બે ઇકો કાર હતી, આ લોકો બાઈક મૂકીને ત્યાંથી ઈકોમા બેસી ગયા.

જેની આગળ એક ગામ જતા એક મકાનમાં તાંત્રિક વિધિ શરૂ કરવામાં આવી હતી. જેમાં સગીરાને નિર્વસ્ત્ર કરીને તેના શરીરના અલગ અલગ ભાગમાં કંકુ ચાંદલા કરવામાં આવ્યા, જેના બાદ તેના ગળામાં દોરો અને પગમાં નારિયેળ પણ બાંધવામાં આવ્યા અને સગીરાને તાંત્રિક વિધિ માટે એક મંત્ર પણ યાદ કરાવવામાં આવ્યો હતો. જેના બાદ યુવતીને હિંચકી આવતા તાંત્રિકે તેને પાણી પીવડાવ્યું હતું અને પછી તે બેભાન થઇ ગઈ.

જેના ત્રણ કલાક બાદ સગીરા ભાનમાં આવી ત્યારે સંગીતા નામની મહિલાએ તેને કહ્યું કે છાનીમાની રહેજે, કોઈને કઈ કહ્યું તો જાનથી મારી નાખીશ. જેના બાદ આ લોકો ચાર બસ બદલીને જે જગ્યાએ બાઈક મુક્યા હતા ત્યાં પહોંચ્યા અને પછી બાઈક પર સગીરાને તેના ઘરે ઉતારી દેવામાં આવી. સગીરા ઘરે ગુમસુમ રહેતા તેના પરિવારજનોએ તેની પુછપરછ કરી હતી. તે બાદ તેણે સમગ્ર હકીકત જણાવતા પરિવારજનોએ કવાંટ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી.

આ મામલે એમ પણ સામે આવ્યું છે કે તાંત્રિક દ્વારા કહેવામાં આવ્યું હતું કે “સગીરા જ્યાં પણ કહેશે ત્યાં ખોદશો તો રૂપિયાનો ઢગલો થઇ જશે, બધાને કરોડ કરોડ રૂપિયા મળશે.” આ મામલે પોલીસે સંગીતા, વિકેશ, દિલીપ સહીત કુલ 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ મામલામાં હજુ પણ 15 લોકોના નામ સામે આવી તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગુનામાં વપરાયેલી બે ઇકો ગાડી નસવાડી તાલુકાની હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ પોલીસ આ મામલાને જેમ બને તેમ ઝડપથી ઉકેલી નાખવાના પ્રયાસો કરી રહી છે.

Niraj Patel