આવું કોણ કરે ? નેતા નીકળ્યા જન સંપર્કમાં તો કોઈ લગાવી દીધી કુવેચ, આવી એવી ખંજવાળ કે બધાની સામે જ કપડાં કાઢીને નાહવું પડ્યું, જુઓ વીડિયો

મંત્રી સાથે કોઈએ કરી મશ્કરી, શરીર પર કુવેચ લગાવતા જ ખંજવાળી ખંજવાળીને હાલત થઇ ખરાબ, સામે આવ્યો વીડિયો

સોશિયલ મીડિયામાં આજે ઘણા બધા પ્રેન્ક વીડિયો ચાલતા હોય છે જેમાં ઘણીવાર લોકો એવી મશ્કરીઓ કરતા હોય છે જેને જોઈને જોનારાને પણ ગુસ્સો આવી જાય. પણ ક્યારેય કોઈ હકીકતમાં આવી મસ્તી કરે તો કેવી હાલત થાય ?  ગામડામાં રહેતા લોકોને કુવેચ વિશે તો ખબર જ હશે કે જો તેના પર લાગેલો પાવડર કોઈની પર નાખી દે તો તેની હાલત ખંજવાળી ખંજવાળીને ખરાબ થઇ જતી હોય છે.

ત્યારે હાલ આવું  જ કંઈક એક ભાજપના મંત્રી સાથે પણ થયું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મધ્ય પ્રદેશ સરકારના PHE રાજ્ય મંત્રી બ્રિજેન્દ્ર સિંહ યાદવને તેમના મતવિસ્તારમાં વિકાસ યાત્રા દરમિયાન કોઈએ તેમના પર કુવેચ લગાવી દીધી. જેના કારણે મંત્રીના શરીરમાં ખંજવાળ આવવા લાગી. ખંજવાળથી પરેશાન, મંત્રીએ તરત જ પોતાનો કુર્તો ઉતાર્યો અને બોટલવાળા પાણીથી પોતાનો ચહેરો અને હાથ ધોયા. ત્યાં હાજર કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો, જે વાયરલ થઈ રહ્યો છે.

આ સમગ્ર મામલો મધ્યપ્રદેશના અશોક નગરની મુંગાવલી વિધાનસભા સાથે સંબંધિત છે. અહીં ભાજપના કાર્યકર્તાઓ સાથે રાજ્ય મંત્રી બ્રિજેન્દ્ર સિંહ યાદવ વિકાસ યાત્રા કાઢી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યમંત્રીને અચાનક ખંજવાળ આવવા લાગી. આ પછી રાજ્યમંત્રી બ્રિજેન્દ્ર સિંહ યાદવે બેઠકથી થોડે દૂર જઈને કુર્તો ઉતારીને મોઢું ધોવું પડ્યું હતું. વાયરલ વીડિયોમાં મંત્રી એવું કહેતા જોવા મળે છે કે કોઈએ કુવેચ લગાવી છે.

મંત્રીજીનો વાયરલ થયેલો વીડિયો મંગળવારે રાત્રે દેવર્ચી ગામનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં રાત્રે વિકાસ યાત્રાનો ભજન સંધ્યાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન કોઈએ મંત્રી બ્રિજેન્દ્ર સિંહ યાદવને કોઈએ કુવેચ લગાવી દીધી. વીડિયોમાં ઘણા લોકો રાજ્યમંત્રીની આસપાસ ઉભા છે અને પાણીથી હાથ અને ચહેરો ધોઈ રહ્યા છે. આ સાથે ત્યાં ચાલી રહેલા સ્પીકરમાં વિકાસ યાત્રા અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Niraj Patel