ગુજરાતનો એક મોટો જવેલરી વેપારી 37 વર્ષ નાની પત્નીને અપ્રાતિક રીતે સંબંધો બાંધવા માટે કરતો હતો મજબુર, બચકાં પણ ભરતો હતો અને…

પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર અણબનાવ થવાના મામલાઓ સામે આવતા રહે છે, ઘણીવાર આવા મામલાઓ કોર્ટ સુધી પણ પહોંચી જતા હોય છે, જેમાં ઘણીવાર બંનેના છૂટાછેડા પણ થતા હોય છે, ઘણીવાર એવા મામલાઓ પણ સામે આવે છે જેમાં પતિ દ્વારા પત્નીને માનસિક અને રીતે પ્રતાડિત કરવામાં આવતી હોય છે અને ઘણીવાર તો તેને સંબંધો બાંધવા માટે પણ મજબુર કરવામાં આવતી હોય છે.

હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી જ્યાં એક મહિલાએ અકુદરતી સંબંધના આદિ બની ગયેલા  67 વર્ષના પતિ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. આ મહિલાના અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે. તેણે પોતાનાથી 27 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન તેના પરિવારજનોએ કરાવ્યા હતા.

પીડિતા પત્નીએ ઈન્દોર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ તેના કરતા 27 વર્ષ મોટો છે અને તેને અકુદરતી સંબંધ બાંધવાની આદત છે. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે હનીમૂનની રાતથી જ પતિના તેની સાથે સંબંધો હતા. પરિવારના સભ્યો દ્વારા તેના લગ્ન ગયા વર્ષે 28 ઓક્ટોબરે ગુજરાતમાં રહેતા એક મોટા ઝવેરી સાથે થયા હતા.

પીડિતાએ પોલીસને એમ પણ જણાવ્યું કે પતિની બત્રીસી નકલી છે અને તેણે ખોટા દાંત વડે તેના અંગત ભાગને બચકા ભર્યા હતા.જેના નિશાન પણ પીડિતાએ પોલીસને બતાવ્યા હતા. જ્યારે પોલીસે મેડિકલ કરાવ્યું ત્યારે ઘાની પુષ્ટિ થઈ હતી અને ત્યારબાદ પોલીસે કેસ નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી.

પીડિત મહિલાના જણાવ્યા અનુસાર જ્યારે તેણીએ આરોપી પતિના કાર્યોનો વિરોધ કર્યો, ત્યારે આરોપી તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. આરોપી પતિ કહેતો હતો કે તે બહુ મોટો માણસ છે, તેનો કરોડો રૂપિયાનો બિઝનેસ છે અને જો તે આ અંગે કોઈને કહેશે તો ગુજરાતમાં બેસીને ઈન્દોરમાં પીડિતાના પરિવારને મારી નાખશે. ધરપકડ બાદ આરોપી પતિએ જામીન માટે તમામ પ્રયાસો કર્યા પરંતુ તેને કોર્ટમાંથી જામીન મળ્યા ન હતા. પીડિતાએ કોર્ટમાં અપીલ કરી છે કે, તેનો પતિ દુષ્ટ છે અને તેને સરળતાથી છોડવામાં ન આવે.

Niraj Patel