મમ્મીની નકલ કરવા આવું કરવા ગયો બાળક, પરંતુ મળી ગયું મોત, ઉકળતા દૂધે છીનવી લીધી 6 વર્ષના માસુમની જિંદગી

નાના બાળકો ખુબ જ ભોળા હોય છે, આપણે પણ જોઈએ છીએ કે નાના બાળકો મોટા લોકોનું અનુકરણ કરતા હોય છે, પરંતુ ઘણીવાર આમ અનુકરણ કરવું જીવન જોખમરૂપ બનતું હોય છે, આવી જ એક ઘટનાનો કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં એક નાના બાળકને તેની મમ્મીની નકલ કરવી ભારે પડી ગઈ અને મોત મળ્યું.

આ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી. જ્યાં એક છ વર્ષનું બાળક તેની મમ્મીની નકલ કરતા ઉકળતા દૂધને નીચે બેસાડવા માટે પાઇફથી ફૂંક મારી રહ્યો હતો અને આ દરમિયાન જ ઉકળતું દૂધ શ્વાસમાં ચાલ્યું ગયું, અનેમાસુમ બાળકનું મોત થઇ ગયું. આ ઘટના ત્રણ દિવસ પહેલાની જ છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાળકનું રવિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લાસુડીયા પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 23 નવેમ્બરની સાંજે ફિનિક્સ ટાઉનશીપમાં બની હતી. મરતૂક બાળકના પિતા રામજી પ્રસાદે જણાવ્યું કે તે કામ ઉપર ગયાઃ તા. ઘરમાં તેમની પત્ની રંજુ દેવી, છ વર્ષનો દીકરો સંજીવ કુમાર અને અઢી વર્ષની દીકરી સ્વીટી હતી.

તેમને આગળ જણાવ્યું કે જયારે સાંજે પત્ની રંજુ દેવી રસોડાની અંદર જમવાનું બનાવી રહી હતી, ત્યારે તેને દૂધને ગરમ કરવા માટે ગેસ ઉપર રાખ્યું હતું અને એ દરમિયાન તે કોઈ બીજા કામમાં લાગી ગઈ. આ બધા વચ્ચે જ દીકરા સંજીવે જોયું કે દૂધમાં ઉભરો આવી રહ્યો છે. તેને પાટલો લીધો અને ગેસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયો.

(પ્રતીકાત્મક તસવીર)

સંજીવે પ્લાસ્ટિકની પાઇપથી દૂધની તપેલીમાં ફૂંક મારી. દૂધતો તપેલીમાં બેસી ગયું, પરંતુ આ દરમિયાન જ બાળકે જોરથી શ્વાસ ખેંચ્યા. જેના કારણે પાઇપ દૂધમાં લાગ્યું હોવાથી ગ્રામ દૂધ તેના મોઢામાં ચાલ્યું ગયું અને અંદરના ભાગ બળી ગયા. બાળકને સારવાર માટે તાત્કાલિક અરબિંદો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. પરંતુ ત્રણ દિવસ બાદ સારવાર દરમિયાન જ તેનું મોત થઇ ગયું.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ પોલીસે શનિવારે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ. મૃતકના પિતા પિતા રામજી પ્રસાદે જણાવ્યું કે સંજીવ ઘણી વખત તેની મમ્મીને ઉકળતા દૂધમાં ફૂંક મારતા જોઈ હતી. જેના કારણે તેને પણ એવું જ કરવાનો પ્રયાસ કર્યો. ઉકળતા દૂધમાં ફૂંક માર્યા બાદ તેણે જોરથી શ્વાસ લીધા હતા. આ કારણે ગરમ દૂધ તેની શ્વાસ નળીમાં જતું રહ્યું હતું અને તે મોતને ભેટ્યો.

Niraj Patel