બોલીવુડ અભિનેતા અને મોડલ એવા મિલિંદ સોમન ફિટનેસની બાબતમાં આજના યુવા કલાકારોને પણ ટક્કર આપે છે. 55 વર્ષના મિલિંદ આ ઉંમરે પણ એકદમ ફિટ છે અને યુવાન દેખાય છે. મિલિંદને જોતા તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.મિલિંદે પોતાનાથી 26 વર્ષ નાની અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2018માં મિલિંદ-અંકિતાએ મરાઠી રીતિ- રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.એવામાં લગ્નના આટલા સમય બાદ મિલિંદે પોતાના બેડરૂમ સિક્રેટ્સ જગજાહેર કર્યા છે.
મિલિંદે એક ઇન્ટરવ્યૂમાં પોતાના બેડરૂમ સિક્રેટ્સ વિશે વાત કરતા કહ્યું કે,”લોકો ખુબ ભાગ્યે જ આ બાબત વિષે મને સવાલ કરે છે. આ નોર્મલ વાત છે કેમ કે આજે પણ હું તે જ ઉંમરનો હોવ એવો અનુભવ કરું છું, જેટલી ઉંમરની મારી પત્ની છે.હું પોતાને મારી પત્ની કરતા વધારે ફિઝીકલી ફિટ હોવ તેવું અનુભવું છું”.
મિલિંદના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે બંને પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. બંને વચ્ચે 26 વર્ષનું અંતર છે. જ્યાં મિલિંદ 56 વર્ષના તો અંકિતા માત્ર 30 વર્ષની છે. બંને સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતા રહે છે. જ્યારે મિલિંદે અંકિતા સાથે લગ્ન કર્યા ત્યારે તેઓના ઉંમરના અંતરને લીધે ખુબ ચર્ચાઓ થઇ હતી. જો કે બંનેનું રિલેશન એટલું મજબૂત છે કે તેઓના માટે ઉંમરનું અંતર માત્ર એક આંકડો જ છે.
અંકિત અને મિલિંદની મુલાકાત એક નાઈટ ક્લબમાં થઇ હતી. પહેલી જ મુલાકાતમાં મિલિંદ અંકિતાને પોતાનું દિલ આપી બેઠા હતા.ખુબ હિંમત કરીને મિલિંદે અંકિતાને ડાન્સ માટે પૂછ્યું અને અંકિતાએ પણ હા કહી દીધી, જેના બાદ બંનેએ એકસાથે ઘણા સમય સુધી ડાન્સ કર્યો હતો અને અંતે મિલિંદે અંકિતા પાસે પોતાનો નંબર માંગ્યો એને ધીમે ધીમે બંનેની મુલાકાત શરૂ થઇ હતી. અંકિતા પહેલા મિલિંદે મધુ સપ્રેને ડેટ કરી ચુકી હતી અને વર્ષ 2006માં Mylene Jampanoi સાથે લગ્ન કર્યા હતા પણ વર્ષ 2009માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.
મિલિંદ છેલ્લી વાર વેબ સિરીઝ પૌરાશપુરમાં જોવા મળ્યા હતા.આ સિરીઝમાં તેના કિરદાર અને અભિનયને ખુબ પ્રશંસા મળી હતી. તેના સિવાય તે જલ્દી જ મલાઈકા અરોરા અને અનુષા દાંડેકરની સાથે શો એમટીવી સુપરમોડલ ઓફ દ યર-2 માં જજના રૂપમાં જોવા મળશે.