ધોતી પહેરીને મોડલિંગ કરી મલાઇકાને ઇમ્પ્રેસ કરનાર મિલિંદ સોમન પત્ની સાથે રંગાયા ગુજરાતી રંગના રંગે, જુઓ તસવીરો

મિલિન્દ સોમન આજે એક જાણીતું નામ છે. 55 વર્ષના આ અભિનેતા અને મોડલ જેવી ફિટનેસ પામવા માટે સૌ કોઈ તેના કાયલ રહે છે. મિલિન્દ તેની ફિટનેસ માટે ખુબ જ જાણીતો છે અને એટલે જ સોશિયલ મીડિયામાં પણ તેને લાખો લોકો અનુસરે છે. મિલિન્દે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ગુજરાતની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે જેમાં તેનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.

મિલિન્દ સોમન અને તેની પત્ની અંકિતા કોન્વર હાલ ગુજરાતની અંદર ખુબ જ સરસ સમય પસાર કરી રહ્યા છે. વિશ્વ પર્યટન દિવસના અવસર ઉપર મિલિન્દ અને તેની પત્નીએ એક શાનદાર ઝલક બતાવતા એક પોસ્ટ શેર કરી હતી. જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

મિલિન્દ અને તેની પત્નીએ ગુજરાતના પ્રખ્યાત એવા શિવરાજપુર બીચ ઉપરથી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે કિનારે રેતી ઉપર “હેપ્પી વર્લ્ડ ટુરિઝમ ડે, શિવરાજપુર-ગુજરાત” લખીને ડ્રોનના એક ફોટોમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મિલિન્દ અને તેની પત્ની અંકિતા રોમાન્ટિક પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે.

આ તસવીરો શેર કરવાની સાથે જ મિલિન્દ દ્વારા લખવામાં આવ્યું છે કે, “વિશ્વ પર્યટન દિવસની હાર્દિક શુભકામનાઓ !! મને ખબર છે કે આપણામાંથી ઘણા લોકો મહામારી દરમિયાન યાત્રા કરવાથી ચુકી ગયા છીએ, પરંતુ હવે આ સંભવ છે. આપણે બસ સાવધાન રહેવાનું છે અને નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવાની આવશ્યકતા છે. અંકિતા અને હું ઘણી જગ્યાએ યાત્રા કરી રહ્યા છીએ અને આ અઠવાડીએ અમે ગુજરાત રાજ્યના ખુબ જ સુંદર ભાગની શોધ કરી રહ્યા છીએ.”

આ ઉપરાંત મિલિન્દ દ્વારા એક સમયે ગુજરાતની શાનની સવારી કહેવાતા છકડાની પણ સવારી કરવામાં આવી. આ સાથે જ તેને તેની પત્ની સાથેની તસવીરો પણ શેર કરી છે, જેમાં મિલિન્દ છકડો ચલાવતા અને તેની પત્ની તેની પાછળ છકડામાં બેઠેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત બંનેની બીચ ઉપરની રોમાન્ટિક તસ્વીર પણ જોઈ શકાય છે.

આ તસવીરો શેર કરવાની સાથે મિલિન્દ દ્વારા કેપશનમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત ટુરિઝમ સાથે પોતાની યાત્રા ચાલુ રાખતા આ માધવપુરનો ખુબ જ સુંદર સમુદ્ર તટ છે. પહેલીવાર છકડાની સવારી કરી અને અંકિતા સાથે ડૂબતા સૂર્યને પણ જોયો. આગળનો પડાવ ?” મિલિન્દની આ તસ્વીરોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. મિલિન્દ અને તેની પત્ની અંકિતા ગુજરાતના સુપ્રસિદ્ધ ધામ સોમનાથ દાદાના પણ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અને મહાદેવના દર્શન કરી અને ધય્ન થવાની લાગણી પણ અનુભવી હતી.

મિલિન્દે થોડા દિવસ પહેલા ગુજરાતના પ્રવાસ દરમિયાન ટ્રેનમાંથી પણ એક તસવીર શેર કરી હતી. જેમાં તે ટ્રેનની બારી પાસે બેઠેલો જોવા મળી રહ્યો હતો. આ તસવીર શેર કરવાની સાથે જ મિલીન્દે કેપશનમાં લખ્યું હતું કે “શુભ પ્રભાત લોકો… ટ્રેનમાં જાગ્યો… ગુજરાતમાં ક્યાંક… બીજી પોસ્ટ સમુદ્ર કિનારેથી..”

મિલિન્દ અને તેની પત્ની અંકિતા ગુજરાતના દરિયા કિનારે હાલ પ્રવાસ માણી રહ્યા છે. ત્યારે આ દરિયાન તેમને માધવપૂર બીચ ઉપર રહેલા શિવલિંગના પણ દર્શન તેમની સ્ટોરીની અંદર કરાવ્યા હતા. આ સાથે એક અન્ય સ્ટોરીમાં માધવપુર બીચ ઉપર જ એક વ્યક્તિ પુશપ્સ કરી રહ્યો હતો તે દરમિયાન મિલિન્દ દ્વારા સેલ્ફી લેવામાં આવી હતી.

મિલિન્દે પણ શિવરાજ પૂર બીચ ઉપર રાઇડનો આનંદ માણ્યો હતો, તેને પણ આ દરમિયાન એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પેરાશૂટની અંદર 200 ફૂટની ઊંચાઈએ ઉડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે મિલિન્દ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે તે પહેલીવાર પેરાસેલિંગ કરી રહ્યો છે.

મિલિન્દ સોમને આજે હાલ પણ બે તસવીરો તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેમાં તે કાઠિયાવાડી પહેરવેશમાં જોવા મળી રહ્યા છે, આ સાથે તેમની પત્ની પણ કાઠિયાવાડી પહેરવેશમાં ખુબ જ સુંદર નજર આવી રહી છે. મિલિન્દ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં મિલિન્દ કેડિયું પહેરીને નજર આવી રહ્યા છે.

આ સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “અત્યાર સુધી ગુજરાતના અદભૂત સન્ની દરિયાકિનારા પછી, ગઈકાલે માધવપુર ખાતેના દરિયાકિનારે અમને ભારે પવન અને વરસાદ જોવા મળ્યો હતો! ભલે પરંતુ આ તેને વધુ સુંદર બનાવે, મને આશા છે કે લોકો સલામત હશે. આ ઉપરાંત તેમને ગુજરાતી અંદાજમાં પત્ની માટે લખ્યું, “અંકિતાબેન ખૂબ સુંદર દેખાઈ રહ્યા હતા.”


કેપશનમાં મિલીન્દે લખ્યું છે કે, “સમુદ્ર તટ અને તેની એક બીજી દુનિયામાં ! હું પહેલીવાર પેરાસેલિંગ કરી રહ્યો છું. મને નથી ખબર કે આટલા વર્ષોમાં હું આને કરવાથી કેવી રીતે ચુકી ગયો, પરંતુ આની શાનદાર મજા છે. હું તેને જલ્દી જ બીજીવાર કરીશ. શૂટિંગ દરમિયાન નર્વ્સ થઇ રહ્યો છું, આશા છે કે આ દેખાશે નહિ અને તમને આ શોટ પસંદ આવશે.

મિલિન્દની પત્ની અંકિતાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શિવરાજપુર બીચ ઉપરનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે બીચ ઉપર ચાલતી જોવા મળી રહી હતી. આ વીડિયોની અંદર જ અંકિતાએ લખ્યું હતું કે “દુનિયાનો એક સૌથી સુંદર બીચ, આ બ્લુ ફ્લેગ ભારતીય બીચ, શિવરાજપુર બીચ !”

Parag Patidar