લોકોની ફેવરિટ કંપનીએ રચ્યો ઇતિહાસ, 10 વર્ષમાં 1005 % રિટર્ન આપીને અબજોપતિ બનાવ ઇન્વેસ્ટરને, તમારી પાસે આ સ્ટોક છે કે નહિ ચેક કરો

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે 3 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 249.40 લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યુને પાર કરી લીધી છે. બુધવારના રોજ ટ્રેડ દરમિયાન શેરમાં 1.7%નો ઉછાળો આવ્યો અને લગભગ 405.63 ડોલર (₹33,675) પર પહોંચી ગયુ, જેને કારણે કંપનીએ પહેલીવાર આ આંકડો સ્પર્શ કર્યો.

જો કે, આ પછી માઇક્રોસોફ્ટના શેરમાં થોડો ઘટાડો આવ્યો અને $ 402.56 (₹ 33,472) ના સ્તરે બંધ થયો. આ કારણે કંપનીનું માર્કેટ કેપ ઘટીને $2.99 ​​ટ્રિલિયન થઈ ગયું છે.

માર્કેટ વેલ્યુના હિસાબે વિશ્વની ટોચની કંપનીઓમાં માઈક્રોસોફ્ટ બીજા સ્થાને છે અને એપલ નંબર વન પર છે. આ ઉપરાંત ત્રીજા સ્થાને ₹170.09 લાખ કરોડના માર્કેટ કેપ સાથે તેલ અને ગેસ કંપની સઉદી અરામ્કો છે, જ્યારે ચોથા સ્થાને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ છે અને પાંચમા સ્થાને ઈ-કોમર્સ બિઝનેસ પ્લેટફોર્મ એમેઝોન છે.

માઇક્રોસોફ્ટના શેરમાં વધારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં કંપનીના વધતા વર્ચસ્વને કારણે થયો છે.  રોકાણકારોને આશા છે કે માઇક્રોસોફ્ટ AI સેગમેન્ટમાં એક પગલું આગળ વધશે, જેને કારણે માઇક્રોસોફ્ટની કમાણી વધવાની છે. એઆઈના ક્ષેત્રમાં માઇક્રોસોફ્ટે ઓપનએઆઈ સાથે મળી સિક્કો જમાવવાનું શરૂ કરી દીધુ છે.

આના કારણે બજારમાં કંપની માટે હકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં AIની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. માઇક્રોસોફ્ટ આનો લાભ લેવા તૈયાર છે. બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2024માં કંપનીની આવકમાં લગભગ 15 ટકા વૃદ્ધિ એઆઈથી થઇ રહી છે.

આ મજબૂત વૃદ્ધિને કારણે વોલ સ્ટ્રીટ પર માઇક્રોસોફ્ટના શેરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. લગભગ 90 ટકા નિષ્ણાતો આ શેર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તેમનો દાવો છે કે હાલમાં તેમાં 7 ટકાનો વધારો થઈ શકે છે. વિશ્વની અગ્રણી આઈટી કંપની માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા 10 વર્ષ પહેલા આ પદ પર પહોંચ્યા હતા અને તેઓ હવે 56 વર્ષના થઇ ગયા છે. ગયા વર્ષે તેમને 48.5 મિલિયન ડોલરનો પગાર મળ્યો હતો. ઘણા લોકો ઈચ્છે છે કે સત્યા નડેલા આગામી કેટલાક વર્ષો સુધી આ પદ પર રહે તે જરૂરી છે.

Shah Jina