ભાવનગરમાં ઘાસ ભરેલી ટ્રક પલટી જતા દટાયા લોકો….6થી વધુના મોત, ચારે બાજુ લાશ પથરાઈ ગઈ, જુઓ PHOTOS

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ખબર સામે આવે છે, ઘણીવાર અકસ્માત એવા ગંભીર હોય છે કે કેટલાક લોકોના મોત નિપજતા હોય છે. ત્યારે હાલમાં ભાવનગરના વલભીપુરના મેવાસા ગામ પાસેથી એક ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી છે. મેવાસા ગામ નજીક ઘાર ભરેલ ટ્રક પલટી મારી ગઇ હતી અને તેના નીચે અનેક લોકો દટાતા 6-7 લોકોના મોત થયા છે. ટ્રક પલટી મારતા 12થી 14 લોકો દટાયા હતા અને તેમાંથી હાલ 6-7 લોકોના મોતની ખબર છે.

અકસ્માતને કારણે ઘટનાસ્થળે રાહદારીઓના ટોળેટોળા રણ એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘાસચારો ભરેલ ટ્રકનું ટાયર ફાટતા દુર્ઘટના બની હોવાનું હાલ સામે આવ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના વલભીપુરના મેવાસા ગામમાં જઇ રહેલ ઘાસ ભરેલ ટ્રક અચાનક રસ્તા પરથી નીચે ઉતરી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે રાહદારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.

બનાવના તાત્કાલિક બાદ લોકોએ ટ્રક નીચે દબાયેલાને બહાર કાઢવાની કોશિશ કરી પણ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ પોલિસને અને 108ની ટીમને કરવામાં આવી હતી. 108ની ટીમ દ્વારા ઘાયલોને સારવાર માટે ખસેડાયા અને પોલિસે એ તપાસ હાથ ધરી કે આખરે અકસ્માત સર્જાવાનું કારણ શું છે. હાલ તો ઘાયલ થયેલા લોકોની અને મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Shah Jina