ભર ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી ! ચાર દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં થશે માવઠું

Gujarat weather forecast : ગુજરાતમાં વારંવાર હવામાનમાં પલટો આવી રહ્યો છે, ક્યારેક ભર ગરમી તો ક્યારેક માવઠું થઇ રહ્યું છે. ત્યારે હવે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમાં જણાવાયુ છે કે, આગામી ત્રણ-ચાર દિવસ ખેડૂતો માટે ભારે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરાઇ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સામાન્યથી હળવા માવઠાની આગાહી છે.

તારીખ 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદ રહેશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હોવાનું કહેવાઇ રહ્યુ છે. જો કે, અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતા વ્યક્ત કરાઇ છે. ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 25થી 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ પડી શકે છે અને અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટની આગાહી પણ કરાઇ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાન પર અસર પડવાની છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે આવતીકાલથી એટલે કે બુધવારથી ફરી એકવાર વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં 26, 27 અને 28 એપ્રિલે કમોસમી વરસાદ વરસે તેવા સંકેત આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત શુક્રવારના રોજ આની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે તેમ જણાવાયુ છે.

શિયાળો પૂરો થયા બાદ ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને આને લઇને ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે. કમોસમી વરસાદ અને માવઠાને કારણે પાકને પણ નુકશાન થઇ રહ્યુ છે. ત્યારે હજુ પણ એપ્રિલ માસના એન્ડમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ કમોસમી વરસાદની આગાહીને કારણે ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Shah Jina