50-50 તોલા સોનું પહેરીને મેર સમાજની મહિલાઓ રમે છે પરંપરાગત ગરબા

અધધધધધધ લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરીને ગરબે ઘૂમી મેર સમાજની લાડલીઓ, જુઓ વીડિયો

ગુજરાતના ગરબા તો દરેક જગ્યાએ જાણીતા છે, પરંતુ દરેક જિલ્લા અને તેની જાતિ પ્રમાણે પણ અલગ અલગ ગરબા અને પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોનાના કારણે ગરબાનું આયોજન થયુ ન હોતુ ત્યારે આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થતા આયોજનો અને ખેલૈયાઓમાં ઘણી ખુશીની લહેર જોવા મળી હતી. વળી સરકાર દ્વારા પણ ગરબા માટે મંજૂરી આપવામાં આવી હોવાથી લોકોની ખુશીનું તો ઠેકાણુ જ રહ્યુ નહોતુ. ગુજરાતના પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે.

અહી મહિલાઓ પારંપરિક વસ્ત્રોની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરી ગરબે ઘૂમે છે. મહિલાઓ ઉપરાંત પુરુષો પણ ટ્રેડિશનલ પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે. ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિ કેટલી મહાન છે તેનો ખ્યાલ આવે છે. છેલ્લા 23 વર્ષથી પોરબંદરના ચોપાટી મેદાન પર શ્રી ઈન્ટરનેશનલ મેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મેર સમાજના લોકો માટે નવરાત્રિનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરાયુ છે, જેમાં આધુનિકતા ભળી હોય એમ ગરબાનુ સ્થાન ડિસ્કો ડાન્સ લઈ રહ્યુ છે અને

ગરબીઓનુ મ્યુઝીક પણ પાર્ટીમય બની ચુક્યુ છે. મેર સમાજની મહિલાઓ અને પુરુષો પારંપારિક વસ્ત્રોમાં સજ્જ થઇ રાસ લે છે ત્યારે જોનારાઓ પણ મંત્રમુગ્ધ બની જાય છે. મહિલાઓ પારંપરિક મેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલા લાખો રુપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે. જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી, આંગણી અને પાઘડી પહેરી મણીયારો રાસ રમે છે. આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ કરોડો રુપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે.

મેર સુપ્રીમ કાઉન્સિલના ઉપ પ્રમુખ અનુસાર, મેર એ ખમીરવંતી જાતિ ઘણાય છે અને તેમણે પ્રાચીન સમયમાં જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત પણ હાંસિલ કરી હતી. તે સમયે બુંગીયો ઢોલ વગાડવામાં આવ્યો હતો. જેના કારણે પુરૂષોને યુદ્ધમાં લડવાનો જુસ્સો મળે. મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રી, અને રાષ્ટ્રીય પર્વ પર પરંપરાગત પોષાક પેહરીને રમવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina