મેહુલ ચોક્સીની કથિત ગર્લફ્રેન્ડ જરાબિકા બારબરાએ કર્યો ખુલાસો, મેહુલે આપી હતી નકલી વીંટી અને…

ખુબ જ સુંદર ફટકડી ગર્લફ્રેન્ડે મેહુલનો ભાંડો ફોડ્યો, એવું એવું કહ્યું કે જાણીને નવાઈ લાગશે

પંજાબ નેશનલ બેંક સ્કેમ મામલામાં આરોપી મેહુલ ચોક્સી હજી કેરિબિયાઇ દેશ ડોમિનિકાની પોલિસ પકડમાં છે. મેના છેલ્લા સપ્તાહમાં એંટીગુઆથી ફરાર થયેલ મેહુલ ચોક્સી ડોમિનિકામાં મળ્યો. તેને ભારત લાવવાની કોશિશો પણ થઇ રહી છે પરંતુ આ વચ્ચે એક મહિલાનો ઉલ્લેખ થઇ રહ્યો છે. જેનું નામ છે જરાબિકા બારબરા..

બારબરાને મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ બતાવવામાં આવી રહી છે. પહેલા મેહુલ ચોક્સી તરફથી તેના પર આરોપ લગાવવામાં આવ્યા હતા પરંતુ બારબરાએ તેનો પક્ષ સામે રાખ્યો છે. ઇંડિયા ટુડે સાથે ખાસ વાત કરતા બારબરાએ મેહુલ ચોક્સી વિશે કેટલાક ખુલાસા કર્યા છે.

ઇંડિયા ટુડેએ બારબરાના હવાલે કહ્ય કે, મેહુલ ચોક્સીના વકીલોએ જબરદસ્તી તેનું નામ પૂરા મામલામાં ખસેડ્યુ છે. તેણે કહ્યુ કે, મેહુલે પહેલા તેની સાથે મિત્રતા કરી અને બાદમાં ફ્લર્ટ કરવા લાગ્યો, બારબરાએ કહ્યુ કે, મેહુલ ચોક્સીના કથિત અપહરણથી તેનો કોઇ સંબંધ નથી. મેહુલ ચોક્સીએ તેની સાથે પાછળના વર્ષે મિત્રતા કરવાનુ શરૂ કર્યુ, તે બાદ બંનેની મિત્રતા થઇ.

બારબરા અનુસાર, મેહુલ ચોક્સીએ છેલ્લા વર્ષે તેની વિઝિટ દરમિયાન વાત કરી હતી. તેણે મિત્રતા વધારવાની શરૂ કરી અને ફ્લર્ટ પણ કર્યુ, બાદમાં તેણે ડાયમંડ વીંટી અને બ્રેસલેટ પણ આપ્યા પરંતુ તે નકલી નીકળ્યા.

Image source

બારબરાએ કહ્યુ કે, જયારથી તેનું નામ આ બધા વચ્ચે ખસેડવામાં આવ્યુ છે ત્યારથી તે અને તેનો પરિવાર તણાવમાં છે. બારબરા તરફથી વ્હોટ્સએપ ચેટ પણ જારી કરવામાં આવી હતી, જેમાં મેહુલ ચોકસીનો નંબર રાજ ન્યુના નામે સેવ કરવામાં આવ્યો હતો. ચેટમાં મેહુલ તરફથી બારબરાને મનાવવાની કોશિશ થઇ રહી છે.

મેહુલ ચોક્સીએ જણાવ્યુ કે જયારે મને મારવામાં આવી રહ્યો હતો ત્યારે બારબરાએ મારી કોઇ મદદ કરી નહિ. તેણે ના તો મદદ માટે અવાજ લગાવી અને ના તો સહાયતા કરવાનો પ્રયાસ કર્યો, બારબરાએ આ દરમિયાન જે કંઇ કર્યુ તેનાથી સાબિત થાય છે કે, તે મારા અપહરણની આ પૂરી યોજનાનો અભિન્ન અંગ હતી.

Shah Jina