સાસરિયા આપતા હતા ત્રાસ, પતિ કહેતો મા-બાપના કહેવાથી લગ્ન કર્યા છે, પરિણિતાએ છાંટી લીધુ સેનેટાઇઝર અને પછી…

મહેસાણા : પરિણિતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને શરીર પર છાંટ્યું સેનેટાઇઝર અને પછી…

ગુજરાત : મહેસાણાના રાધનપુરથી એક મહિલાના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાધનપુરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેનાર પરિણિતાએ શરીર પર સેનેટાઇઝર છાટી અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યુ છે. આ મહિલાએ તેના સાસરીયાના ત્રાસથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું બહાર આવ્યુ છે. મહિલાની માતાએ આ મામલે પોલિસ ફરિયાદ કરી છે અને પોલિસે આ મામલે તપાસ પણ શરૂ કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક તસવીર)

વિધિના લગ્ન મહેસાણા રાધનપુર રોડ પર આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા રોનક પટેલ સાથે થયા હતા અને બે વર્ષ સુધી તેને સાસરામાં સારુ રાખતા હતા તે બાદ દીકરીનો જન્મ થયો અને વર્તનમાં પણ ફેરફાર થવા લાગ્યો. તેના સાસરાાવાળા તેને માનસિક ત્રાસ આપતા હતા અને દીકરો નહિ દીકરો જોઇતો હતો અને તે કારણે તેને અભાગણી પણ કહેતા હતા.

આ મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે અને આ મહિલાએ તેના શરીર પર સેનેટાઇઝર છાંટી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. પોલિસે મહિલાની સાસુ, સસરા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

એબીપીના રીપોર્ટ અનુસાર આ મહિલાના પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની પણ શંકા છે, તેનો પતિ તેને એવું કહેતો કે, તેણે માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા છે અને તેને આ મહિલામાં કોઇ રસ નથી.

Shah Jina