મહેસાણામાં આયેશાની જેમ જ છેલ્લો વીડિયો બનાવી યુવકે કેનાલમાં લગાવી મોતની છલાંગ

દેશભરમાં કોરોના વાયરસના કારણે ઘણા લોકો બેકારીનો ભોગ બન્યા છે, ઘણા લોકો આવા આર્થિક સંકળામણમાં આવી અને મૃત્યુને પણ વહાલું કરતા હોય છે. તો ઘણા લોકો પ્રેમમાં દગો મળવાના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. થોડા સમયથી ગુજરાતમાંથી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે હાલ વધુ એક કિસ્સો ચાણસ્માથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાણસ્માના ગંગેટના રહેવાસીઓ યુવકે કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કરી લીધું છે. આ પહેલા તેને એક વીડિયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. પોતાના અંતિમ વીડિયોની અંદર યુવક આપઘાત કરવા પાછળનું કારણ પણ જણાવી રહ્યો છે.

યુવક કેનાલમાં કુદ્યા બાદ તરફડીયા પણ મારી રહ્યો હતો, પરંતુ તેને બચાવવા માટે તરવૈયાના અભાવે કોઈ આવી શક્યું નહીં. ત્યાં ઉભેલા લોકો પણ પોતાનો જીવ જોખમમાં મુકવા નહોતા ઇચ્છતા. તેને બચાવવા માટે લોકો બૂમો પણ પડતા રહ્યા, પરંતુ તેને બચાવવા માટે કોઈ આગળ આવ્યું નહીં અને જેના કારણે યુવકનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

સોશિયલ મીડિયામાં આ યુવકના મોતનો અંતિમ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જણાવી રહ્યો છે કે “મારુ નામ જશવંત છે અને હું મારી મરજીથી આપઘાત કરી રહ્યો છું. મારી માનસિક બીમારી અને કિડનીની બીમારીથી કંટાળીને આપઘાત કરું છું. મારા મોત પાછળનું કારણ હું પોતે જ છું બીજા કોઈનો વાંક તેમાં નથી. લવ યુ ફ્રેન્ડ્સ, લવ યુ મોમ ડેડ.. બાય….”

કેનાલમાં ડૂબી રહેલા આ યુવાનને જોઈને ત્યાં હાજર લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. પરંતુ મદદ પહોંચે એ પહેલા જ આ યુવક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને મોતને ભેટ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

Niraj Patel