ખબર

સચિને 7 મિનિટ સુધી મહેંદી ઉર્ફે હિનાની સાથે….સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો જાણો

હાલ સમગ્ર રાજયમાં એક કેસ ખૂબ જ ચર્ચામાં છે. ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે તરછોડી દેવાયેલા નિરાધાર બાળક નામના બાળકના પરિવારની પોલીસે ગણતરીના સમયમાં જ શોધખોળ કરી લીધી હતી અને આ સાથે સાથે જ ઘણા ચોંકાવનાર ખુલાસા પણ થયા હતા. નિરાધાર બાળકના પિતાએ જ તેની માતાની હત્યા કરી દીધી હતી અને લાશને સૂટકેસમાં ભરી રસોડા પર રાખી દીધી હતી. ત્યારે હવે આ કેસ મામલે ફરી એકવાર ખુલાસો થયો છે.

બાળકને ગૌશાળા આગળ ત્યજી દેતા પહેલા સચિન અને હિના વચ્ચે વડોદરાના ઘરે ગાંધીનગર જવા મુદ્દે ઘણો ઝઘડો થયો હતો. જેમાં હિનાએ સચિનને લાફો ઝીંકી નખ માર્યા  હતા. આ ઉપરાંત સચિન અને હિના એટલે કે મહેંદી વચ્ચે ઝપાઝપી થઇ અને ત્યારે જ હિનાએ ચીસો પાડી હતી અને તેને કારણે સચિને તેનું ગળુ દબાવી હત્યા નિપજાવી દીધી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સચિને હિનાનું 7 મિનિટ સુધી ગળુ દબાવ્યુ હતુ અને પ્રેમપ્રકરણની જાણ પરિવારને ન હોવાથી બાળક નિરાધાર બાળકને ગૌશાળા આગળ તરછોડી દેવામાં આવ્યુ હતુ.

ઘટનાની વિગત તપાસીએ તો, તે બંને વડોદરાના ખોડિયારનગરમાં ભાડે ફ્લેટ રાખી રહેતા હતા. 8 ઓક્ટોબરના રોજ બંને વચ્ચે ગાંધીનગર જવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સાંજે 4-30 વાગ્યા આસપાસ સતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને હિનાએ તેને ગાંધીનગર જવાની ના પાડી દીધી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઇ હતી.

આ ઝપાઝપીમાં હિનાએ સચીનને લાફો મારી નખ માર્યા હતો અને તે ચીસો પાડવા લાગી હતી, જેથી ગુસ્સામાં સચીને હિનાનું 7 મિનીટ સુધી ગળુ દબાવી તેની હત્યા કરી દીધી હતી અને તેની બોડી મૂવમેન્ટ બંધ થતાં લાશ ચેનવાળી બેગમાં ભરી બેગ રસોડામાં મૂકી દીધી હતી. આ ઘટના બાદ તે નિરાધાર બાળકને લઇને સેન્ટ્રો કારમાં નીકળી ગયો હતો અને તેને ગૌશાળાા બહાર તરછોડી દીધો હતો.