પરિણીતિ ચોપરા અને પ્રિયંકા ચોપરાની બહેન મીરાએ કર્યા લગ્ન, લીધા જયપુરમાં ફેરા, અપ્સરા જેવી ખૂબસુરત લાગી એક્ટ્રેસ, જુઓ લગ્નની તસવીરો

પરિણીતિ ચોપરા અને પ્રિયંકા ચોપરાની બહેન મીરાએ કરી લીધા લગ્ન, શેર કરી દુલ્હા રક્ષિત કેજરીવાલ સાથે તસવીરો

Meera Chopra Wedding: બોલીવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, થોડા સમય પહેલા જ બી ટાઉન એક્ટ્રેસ રકુલ પ્રીત તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્નના બંધનમાં બંધાઇ અને બોલિવુડનું વધુ એક કપલ કિર્તી ખરબંદા અને પુલકિત સમ્રાટ 15 માર્ચે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યુ છે. ત્યારે હાલમાં વધુ એક એક્ટ્રેસના લગ્નની ખબર સામે આવી છે. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરાની કઝિન મીરા ચોપરા પણ લગ્નના બંધનમાં બંધાઈ છે.

12 માર્ચે મીરાએ જયપુરમાં રક્ષિત કેજરીવાલ સાથે ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. મીરા અને રક્ષિતના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. મીરાએ લગ્નના ખાસ અવસર પર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલો રેડ લહેંગો પહેર્યો હતો. આ સાથે તેણે માંગ ટીકા અને ચોકર નેકપીસ સાથે બ્રાઈડલ લુક પૂર્ણ કર્યો. તસવીરોમાં મીરા બ્રાઈડલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

મીરાના દુલ્હા રક્ષિત કેજરીવાલે વ્હાઇટ શેરવાની પહેરી હતી. આ સાથે તેણે પિંક મોતીનો હાર પહેર્યો હતો. સામે આવેલ લગ્નની તસવીરોમાં કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. બંનેની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. લગ્નની તસવીરો શેર કરતી વખતે મીરાએ કેપ્શનમાં લખ્યું કે, ‘હવે હંમંશા માટે ખુશીઓ, ઝઘડા, હસી, આંસુ અને જીવનભરની યાદો, દરેક જન્મ તારી સાથે.’ મીરાની આ પોસ્ટ પર તેના મિત્રો અને ચાહકો લગ્ન માટે તેને અભિનંદન આપી રહ્યા છે.

લગ્ન પહેલા હલ્દી, મહેંદી અને કોકટેલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. કોકટેલ ફંક્શનમાં મીરા કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નહોતી. આ દરમિયાન તેણે ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો, જે સાથે ગ્રીન દુપટ્ટો કેરી કર્યો હતો. મીરાના લગ્નમાં પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા અને બહેન મન્નારા ચોપરામાંથી કોઈ જોવા મળ્યું ન હતું.

એવું કહેવાય છે કે તેમના પરિવારો વચ્ચે બોન્ડિંગ સમાન નથી, જેના કારણે તેઓ એકબીજાના કાર્યોમાં ભાગ લેતા નથી. જણાવી દઇએ કે, પ્રિયંકા અને પરિણીતીની બહેન મીરા ઘણા લાંબા સમયથી બિઝનેસમેન રક્ષિત કેજરીવાલને ડેટ કરી હતી. કરિયરની વાત કરીએ તો, મીરાએ વર્ષ 2005માં સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેણે વર્ષ 2014માં ફિલ્મ ‘ગેંગ ઓફ ઘોસ્ટ’થી બોલિવૂડમાં પગ મૂક્યો.

આ પછી તેણે અલગ-અલગ ભાષાઓમાં ઘણી ફિલ્મો કરી, પરંતુ બહેન પ્રિયંકા ચોપરા જેટલી પ્રસિદ્ધિ તે મેળવી શકી નહીં.મીરાએ મંગળવારે જયપુર-દિલ્હી હાઈવે પર બ્યુના વિસ્ટા લક્ઝરી ગાર્ડન સ્પા રિસોર્ટમાં સાત ફેરા લીધા. સંદીપ સિંહ, આનંદ પંડિત, અર્જન બાજવા અને ગૌરવ ચોપરા સહિત ઇન્ડસ્ટ્રીમાંથી મીરાના ઘણા નજીકના મિત્રોએ હાજરી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ લગ્નમાં દુલ્હન પેસ્ટલ રંગના લહેંગામાં જોવા મળી રહી છે.

રકુલ પ્રીત હોય, કિયારા અડવાણી હોય કે પછી આથિયા શેટ્ટી હોય…આ ટ્રેન્ડ અનુષ્કા શર્માએ તેના લગ્નથી શરૂ કર્યો હતો. જો કે, મીરાએ પેસ્ટલ રંગનો ટ્રેન્ડ છોડી લગ્નમાં રેડ લહેંગો પસંદ કર્યો હતો. મીરાના કઝીન્સની વાત કરીએ તો પરિણીતીએ તેના લગ્નમાં રેડ લહેંગો નહોતો પહેર્યો. જો કે પ્રિયંકાએ તેના લગ્નમાં લાલ રંગનો લહેંગો પસંદ કર્યો હતો. ત્યારે મીરા પણ તેની બહેન પ્રિયંકા ચોપરાના પગલે ચાલતી જોવા મળી.

Shah Jina