MDH-એવરેસ્ટના કેટલાંક મસાલાઓમાં મળ્યુ એથિલિન ઓક્સાઇડ ? વિદેશમાં લાગ્યો બેન તો ભારત સરકાર આવી એક્શનમાં

બાપ રે બાપ, MDH-એવરેસ્ટના કેટલાંક મસાલાઓ પર આ દેશોએ મૂક્યો પ્રતિબંધ, ભારત સરકાર આવી એક્શનમાં- જાણો વિગત

હોંગકોંગ અને સિંગાપોરમાં MDH અને એવરેસ્ટના ચાર મસાલા પર પ્રતિબંધ મૂકાયા બાદ હવે ભારત સરકારે ફૂડ કમિશનર્સને તમામ કંપનીઓના મસાલાના નમૂના લેવા જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ બાબતની જાણકારી આપવામાં આવી છે. આ બંને કંપનીઓની પ્રોડક્ટ્સમાં પેસ્ટિસાઇડ એથિલીન ઓક્સાઇડની વધુ માત્રા હોવાને કારણે તેને બેન કરવામાં આવ્યા છે. હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ – મદ્રાસ કરી પાઉડર, સંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં એથિલીન ઓક્સાઈડની ઊંચી માત્રા મળી આવી હતી.

એવરેસ્ટના ફિશ કરી મસાલામાં પણ આ કાર્સિનોજેનિક પેસ્ટિસાઇડ મળી આવ્યું છે. રીપોર્ટ અનુસાર, દેશના બધા ફૂડ કમિશ્નર્સને આ મામલે એલર્ટ કરી દેવાયા છે. મસાલાના સેંપલ કલેક્શનની પ્રોસેસ શરૂ કરી દેવાઇ છે. ત્રણથી ચાર દિવસમાં MDH અને એવરેસ્ટ સમેત દેશની બધી કંપનીઓના મસાલા મેન્યુફેક્ચરિંગ યુનિટથી સેંપલ્સ કલેક્ટ કરી લેવામાં આવશે. આનો લેબ રીપોર્ટ 20 દિવસોમાં આવી જશે. ભારતમાં ખાદ્ય પદાર્થોમાં એથિલીન ઓક્સાઈડના ઉપયોગ પર પ્રતિબંધ છે.

જો ભારતીય મસાલામાં હાનિકારક તત્વો જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ફોજદારી કાર્યવાહીની પણ જોગવાઈ છે.સરકારે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેઠળના સ્પાઈસ બોર્ડને અપીલ કરી છે કે તે જાગરૂકતા ફેલાવે કે ઉત્પાદનોમાં કોઈ હાનિકારક ઘટકો ઉમેરવામાં ન આવે. તે હોંગકોંગ અને સિંગાપોરની ઘટના પહેલા પણ નમૂનાઓનું પરીક્ષણ કરી રહ્યા હતા.

દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય બજારમાં ઉપલબ્ધ વિવિધ બ્રાન્ડના મસાલાઓમાં અત્યાર સુધી કોઈ હાનિકારક તત્ત્વો મળ્યા નથી. સેમ્પલ લેવાની આ સતત પ્રક્રિયા છે. આ વખતે અમે અગાઉ જે લેતા હતા તેના કરતા વધુ ઝડપી દરે અને વધુ સંખ્યામાં નમૂનાઓ લઈશું, સ્પાઈસ બોર્ડ 10.7 સેલ્સિયસથી વધુ તાપમાને એથિલીન ઓક્સાઇડને જ્વલનશીલ, રંગહીન ગેસ રૂપે પરિભાષિત કરે છે.

તે જંતુનાશક, સ્ટરલાઇઝિંગ એજન્ટ અને કીટનાશકના રૂપે કામ કરે છે. તેનો ઉપયોગ તબીબી સાધનોને સ્ટરલાઇઝ કરવા અને મસાલામાં માઇક્રોબિયલ કંટેમિનેશનને ઘટાડવા માટે થાય છે. તેનો અર્થ એ છે કે તે માનવોમાં કેન્સરનું કારણ બની શકે છે. એથિલીન ઓક્સાઇડથી લિમ્ફોમા અને લ્યુકેમિયા જેવા કેન્સર થઇ શકે છે. પેટ અને સ્તન કેન્સર પણ થઈ શકે છે.

Shah Jina