ફિલ્મી પડદાથી દૂરી બનાવી હવે મોટી કંપનીનો CEO બની ગયો છે ‘રામાયણ’નો ‘લવ’…1400 કરોડની કંપની….

રામાયણના આ કલાકારે છોડી ફિલ્મી દુનિયા, TV સાથે પણ તોડ્યો સંબંધ, મોટી કંપનીનો CEO બની આવી રીતે વીતાવી રહ્યો છે જિંદગી

રામાનંદ સાગરની ‘રામાયણ’ અને ‘ઉત્તર રામાયણ’ બંને ખૂબ ચર્ચામાં રહી હતી. માં જોવા મળેલા તમામ પાત્રો દર્શકોના દિલમાં ઘર કરી ગયા હતા. આજે પણ એ પાત્રોના અભિનયની ચર્ચા થતી રહે છે. ‘રામાયણ’ અને ‘ઉત્તર રામાયણ’ 90ના દાયકામાં સૌથી વધુ જોવાયેલ ટીવી શ્રેણી બની. આ શો ઘણા કલાકારોને સ્ટારડમ સુધી લઈ ગયો.

જ્યારે 90ના દાયકાના લોકપ્રિય પાત્રની વાત આવે ત્યારે પહેલા તો લવ કુશનું જ નામ યાદ આવે. લવ-કુશ રામાયણના બે મહત્વપૂર્ણ પાત્રો છે અને રામાનંદ સાગરની રામાયણમાં આ ભૂમિકા સ્વપ્નિલ જોશી (કુશ) અને મયુરેશ ક્ષેત્રમાડે (લવ) દ્વારા નિભાવવામાં આવી હતી. પરંતુ હવે 30થી પણ વધારે વર્ષ વીતી ગયા છે અને આ વર્ષોમાં બંનેના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે.

એટલું જ નહીં, સ્વપ્નિલ જોષી તો હજુ પણ અભિનય ક્ષેત્રે સક્રિય છે, સ્વપ્નીલે આ શોમાંથી સ્ટારડમ મેળવ્યું અને મરાઠી તેમજ હિન્દી સિનેમાનો સફળ અભિનેતા બન્યો. જ્યારે મયુરેશ માટે ઉત્તર રામાયણ તેની છેલ્લી સિરિયલ હતી. મયુરેશ ક્ષેત્રમાડેએ રામાયણ પછી પોતાની જાતને અભિનયથી દૂર કરી દીધી.

આ પછી તેણે તેનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કર્યું અને આ જ કારણ છે કે આજે તે કરોડોની કંપનીનો માલિક બની ગયો છે. મયુરેશે 13 વર્ષની ઉંમરે અભિનય છોડી દીધો હતો. તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી ફાઇનાન્સની દુનિયામાં કારકિર્દી બનાવવા તે અમેરિકા ગયો. તેની લિંકડઇન પ્રોફાઇલ મુજબ વર્ષ 2003માં તેણે વિશ્વ બેંક સાથે સંશોધક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને કોર્પોરેટ ક્ષેત્રનો એક ભાગ બની જતાં અન્ય કંપનીઓમાં કામ કરતાં ઘણાં વર્ષો વિતાવ્યા હતા.

વર્ષ 2016માં તે વિશ્વના સૌથી મોટા માર્કેટિંગ પ્લેટફોર્મ, કમિશન જંક્શનમાં જોડાયો. 2019 સુધીમાં મયુરેશ કંપનીના CEO પદ પર પહોંચી ગયો હતો. વર્ષ 2022માં કમિશન જંકશનની આવક લગભગ $170 મિલિયન (આશરે રૂ. 1400 કરોડ) હોવાનું નોંધાયું હતું, જેની માલિકી મયુરેશની હતી.

મયૂરેશ હાલમાં પોતાના પરિવાર સાથે ન્યૂયોર્કમાં રહે છે. મયુરેશે બે વિદેશી લેખકો સાથે મળીને સ્પાઈટ એન્ડ ડેવલપમેન્ટ નામનું પુસ્તક પણ લખ્યું છે. કોર્પોરેટ ઈન્ડસ્ટ્રી પર લખાયેલ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પુસ્તક માનવામાં આવે છે.

Shah Jina