હે ભગવાન ! ફરી ધોમ વરસાદ પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે ચેતજો ….

દોસ્તો છેલ્લાં કેટલાંક દિવસોથી આપણા ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે એના લીધે માસુમ ખેડુતોને નુકશાનીની કડ વળી નથી ત્યાં હજુ 3 દિવસ માવઠા રહેવાની આગાહીને કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. હવામાનના એક્સપર્ટ કહેવાતા અંબાલાલ પટેલે હવે ફરીથી એક નવી આગાહી કરી છે

જેમાં 26 માર્ચ, 27 માર્ચ અને 28 માર્ચ એમ 3 દિવસ કમોસમી વરસાદ પડશે. ખેડુતોને માવઠાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું છે. હવામાનના એક્સપર્ટ અંબાલાલ પટેલે એક મહિના અગાઉ માર્ચ મહિનામાં માવઠાની આગાહી કરી હતી અને એ એકદમ સાચી પડી હતી. ઉનાળાના માર્ચ મહિનામાં કમોસમી વરસાદે ગુજરાતમાં રમણ ભ્રમણ કરી નાંખ્યું છે.

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતનો ભાગ્યેજ કોઇ વિસ્તાર હશે જ્યાં કમોસમી વરસાદ ન પડ્યો હોય. હવે અંબાલાલ પટેલે ફરી 26થી 28 માર્ચે માવઠાની આગાહી કરી છે. હવે ઉનાળાના મેં મહિનામાં આંધીનું પ્રમાણ વધશે અને 20 એપ્રિલ પછી ગરમી પડશે.

ઉપરાંત અમુક ભાગોમાં 45 ડિગ્રી તાપમાન પહોંચી જશે.હવે હવામાન વિભાગનું ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થવાનું અનુમાન થઇ છે. 29 માર્ચે ફરી ગુજરાતમાં વાદળ આવવાની શક્યતા દેખાઈ છે. જોકે, વરસાદ થશે કે નહીં, તેની કોઈ સ્પષ્ટતા નથી. પણ વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થયા બાદ આ બાબતનો અંદાજો આવી શકે તેમ છે.

YC