ખબર

મૌલવીની શર્મનાક કરતૂત, એક માસૂમ 10 વર્ષની બાળકીને રૂમમાં લઇ ગયો અને પછી કર્યુ…

10 વર્ષની બાળકીને પણ ન છોડી, આરોપ છે કે બળાત્કાર કર્યા પછી ભાઇઓને ચાલાકીથી ભગાવ્યા- જાણો વિગત

દેશભરમાંથી ઘણીવાર મહિલાઓ અને બાળકી સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે અને આ દરમિયાન ઘણી નાની બાળકીઓ સાથે અનેકવાર હેવાનિયતની હદો પાર કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક મૌલવી દ્વારા એક નાની બાળકીનું દુષ્કર્મ કરવામાં આવ્યુ છે. આ કિસ્સો સામે આવ્યો છે યૂપીમાંથી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઉત્તરપ્રદેશના સંતકબીરનગર જિલ્લાના એક મદરેસામાં શર્મનાક ઘટના બની છે. અહીં મૌલવીએ એક 10 વર્ષિય બાળકી સાથે હેવાનિયતની બધી હદો પાર કરી દેવાનો મામલો સામે આવ્યો છે. પોલિસે પીડિતાની માતાની ફરિયાદ પર આરોપી મૌલવી વિરૂદ્ધ દુષ્કર્મ, પોક્સો અને અન્ય ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ મામલે આરોપી ફરાર હતો પરંતુ તેની આજ રોજ એટલે કે મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીથી પોલિસ પૂછપરછ કરી રહી છે. આ બાજુ પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે.

મેંહદાવલ ક્ષેત્રમાં સંચાલિત એક મદરેસામાં 10 વર્ષિય બાળકી તેના બે ભાઇઓ સાથે સોમવારના રોજ ભણવા ગઇ હતી. રજા હોવાને કારણે મદરેસામાં ભણાવનાર મૌલવીએ ભાઇ-બહેનોને રોકી લીધા.બંને ભાઇઓને કલમ લાવવા માટે એક જગ્યાએ મોકલ્યા, આરોપ છે કે આ દરમિયાન મૌલવી વિદ્યાર્થીનીને રૂમમાં લઇ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ. મૌલવીએ કેટલાક રૂપિયા આપી બાળકીને ચૂપ રહેવાની વાત કહી હતી.

બાળકી જયારે ઘરે પહોંચી તો તેણે આ મામલે તેની માતાને જાણ કરી. આ મામલે પીડિતાની માતાએ સિદ્ધાર્થનગર જિલ્લાના ખેસરહા ક્ષેત્રના રહેવાસી આરોપી મૌલવી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. પરિજનનું કહેવુ હતુ કે જયારે તે મદરેસામાં ફરિયાદ લઇને પહોંચ્યા તો મૌલવી ભાગી નીકળ્યો હતો. ગામવાળાનું કહેવુ હતુ કે આરોપીની હરકત ઠીક ન હતી.