ધો.10ના વિદ્યાર્થીને તાવ હતો છતાં પણ આપી પરીક્ષા, તબિયત બગડતા થયું મોત, માતાનું હૈયાફાટ રૂદન

ઘણા બાળકો પોતાના ભણતર પ્રત્યે ખુબ જ ધૂની હોય છે. ભણવા આગળ તે દુનિયાને પણ ભૂલી જાય છે. આવા જ એક વિધાર્થીની કહાની આજે આંખોમાં પાણી લાવી દે તેવી છે. જે બીમાર હોવા છતાં પણ પરીક્ષા આપવા ગયો અને મોતને ભેટ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે શુક્રવારના રોજ બિહારશરીફની આદર્શ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ઉપર એક મેટ્રિક પરીક્ષાર્થી રોહિત કુમાર ચક્કર ખાઈને પડી ગયો. લગભગ અડધા કલાક પછી વિદ્યાર્થીના માસીના દીકરા અને બીજા સ્વજનને બોલાવવામાં આવ્યા. ત્યારે જઈને તેને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો.

પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તે છતાં પણ ખાતરી કરવા માટે સ્વજનો વિદ્યાર્થીને લઈએં સદર હોસ્પિટલ પહોંચ્યા. અહીંયા પણ ડોક્ટર દ્વારા વિદ્યાર્થીની છાતી દબાવીને પંપ કર્યું. પરંતુ કઈ ફેર ના પડ્યો અને અંતે તે વિદ્યાર્થીને મૃત જાહેર કરવામાં આવ્યો.

આ વિદ્યાર્થી રોહિત નાલંદા જિલ્લાના તેલ્હાડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાઢીલ ગામનો રહેવાસી હતો. તેના પિતા બઢન સિંહનું પહેલા જ મૃત્યુ થઇ ચૂક્યું હતું. તેની માતા એક મોટો ભાઈ અને એક નાની બહેન સાથે રહેતા હતા. તે તેલ્હાડા સ્થિત રામેશ્વર પ્રસાદ પ્લસ ટુ સ્કૂલનો વિદ્યાર્થી હતો.

રોહિતની ઉંમર 16 વર્ષની હતી. રોહિતના માસીના દીકરા સોનુ કુમારે જણાવ્યું કે રોહીતીની તબિયત રાતથી જ ખરાબ હતી. તેને કહેવામાં આવ્યું હતું કે તે કોઈ ડોક્ટરને બતાવ્યા બાદ જ પરીક્ષા આપવા જાય. પરંતુ મોડું થવાનું કહીને તે પરીક્ષા આપવા માટે ચાલ્યો ગયો હતો.

પહેલી પાલીમાં સોશિયલ સાયન્સની પરીક્ષા દરમિયાન જ તે ચક્કર ખાઈને પડી ગયો હતો. કેન્દ્ર અધિક્ષક મોં.હારુન રસીદની લાપરવાહી એવી રહી કે તેમને વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ મોકલવાના બદલે સ્કૂલની ગેલેરીમાં કપડું પાથરું સુવડાવી દીધો. ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીને પૂછી તેના પરિવારજનોને ફોન કર્યો અને તેના માસીના દીકરાએ ફોન ઉપર અડધો કલાકમાં પહોંચવાનું જણાવ્યું. પરંતુ ત્યાં સુધી તેની હાલત ખરાબ થઇ ચુકી હતી.

Niraj Patel