વાયરલ

પાકિસ્તાન: નેશનલ અસેમ્બલીમાં બેસીને મંત્રી કરી રહ્યો હતો આવું કામ, કેમેરામાં કૈદ થઇ સમગ્ર ઘટના, જુઓ વીડિયો

આજના આધુનિક જમાનામાં લોકો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. સોશિયલ મીડિયામાં દરેક રોજ અવનવવા, વિચિત્ર કે પછી રમુજી વીડિયો જોવા મળી જતા હોય છે. એવામાં હાલના સમયમાં પાકિસ્તાનના એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને ખુબ વાયરલ થઇ રહ્યો છે. સામે આવેલા વીડિયોમાં મંત્રીજી અસેમ્બલી હોલમાં બેસીને ખુબ વિચિત્ર રીતે પોતાના પેટ પર ખંજવાળી રહ્યા હતા, જેને જોઈને લોકોએ તો તેમને ટ્રોલ કર્યા જ છે પણ પકિસ્તાની અભિનેત્રી અને મૉડલ મથીરાએ પણ તેમને નિશાનો બનાવતા આ વાત કહી હતી.

સામે આવેલો આ વીડિયો PML-Nના નેતા ચૌધરી જમીલનો છે, જેમાં તે નેશનલ અસેમ્બલી હોલમાં ખુરશી પર બેઠેલા છે અને પોતાના કૂર્તાને ઉપર કરીને ખુબ નિશ્ચિન્તતાથી પોતાના પેટ પર ખંજવાળી રહ્યા છે. મંત્રીનો આ વીડિયો જોઈને લોકો મંત્રીજીને નિશાનો બનાવી રહ્યા છે અને તેમને ટ્રોલ કરી મજાકનો પાત્ર બનાવી રહ્યા છે, અને ખુબ ફની કેન્ટ્સ પણ કરી રહ્યા છે. એવામાં મથીરાએ પણ તેમને ટ્રોલ કરતા માણસ બનવાની સલાહ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Galaxy Lollywood (@galaxylollywood)

મથીરાએ મંત્રીને ટ્રોલ કરતા લખ્યું કે,”ખંજવાળ આવવી સામાન્ય વાત છે,પણ મહેરબાની કરીને આ ના દેખાડો, જે તે કરી રહ્યા છે. માણસ બનો, જાનવર નહીં”. મથીરાએ આગળ લખ્યું કે, “મને માફ કરો મારો ઉદ્દેશ્ય કોઈનો મજાક ઉડાવવાનો નથો. ખંજવાળ આવવી સામાન્ય વાત છે પણ  તેને આવી પ્રોફેશનલ જગ્યા પર અને આવી વિચિત્ર રીતે ન કરો.તમે એક માણસ છો જાનવર નહીં”.જો કે આ પહેલી વાર નથી બન્યું. પહેલા પણ પાકિસ્તાની નેતાઓની આવી વિચિત્ર હરકતો સામે આવી છે અને વાયરલ પણ થઇ છે.