લગ્નની અંદર આ બેન્ડ વાળાએ આપ્યું એવું પર્ફોમન્સ કે જોઈને તમે પણ કહેશો, “આના પર તો આખું ગામ નાચવા લાગશે…” જુઓ વાયરલ થયો વીડિયો

વરઘોડાની અંદર આ બેન્ડ વાળાએ કર્યું એવું કે વીડિયો જોઈને તમે પણ કહેશો.. “દરેક લગ્નમાં આજ બેન્ડ હોવું હોઈએ !”

Mastan Bolte Group Viral Video : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો લગ્નના પણ હોય છે. આ વીડિયોમાં લગ્નમાં થતા ડાન્સ પણ લોકોને ખુબ જ પસંદ હોય છે, વર-કન્યા ક્યારેક લગ્નમાં એવા એવા ડાન્સ કરે છે જેને વારંવાર જોવાનું મન થાય. તો ઘણીવાર વરઘોડામાં થતા ડાન્સ વીડિયો પણ ચર્ચાનો વિષય બનતા હોય છે.

મોટાભાગના લગ્નોમાં બેન્ડ સીધા રસ્તે ચાલે છે અને ઢોલ વગેરે વગાડે છે. જાનૈયાઓ વરઘોડામાં તેમની મસ્તીમાં ઝુમતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવા બેન્ડ વાળાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ કહેશો કે હવે દરેક લગ્નની અંદર આ બેન્ડ વાળાને જ આમંત્રણ આપવું પડશે.

કારણ કે તે તમારા લગ્નમાં એવું વાતાવરણ બનાવશે કે આખું ગામ નાચવા માટે મજબુર થઇ જશે. આ જબરદસ્ત વીડિયોને 19 માર્ચે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @mastan_group પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને 1 લાખ 84 હજાર કરતા પણ વધારે લોકો આ વીડિયોને લાઈક કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ⭐️[ ]⭐️ (@mastan_group)

વીડિયોમાં જોવા  મળી રહ્યું છે કે વરઘોડો રસ્તા પર ચાલી રહ્યો છે અને બેન્ડ વાળા ગીતો વગાડી રહ્યા છે, ત્યારે જ બેન્ડની એક ટીમ અને ગાયક બાજુમાં રહેલા એક ઘરની ગેલેરીમાં પહોંચી જાય છે અને ત્યાંથી જબરદસ્ત પર્ફોમન્સ આપવાનું ચાલુ કરે છે.  વીડિયો જોયા બાદ ઘણા લોકો પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નથી.

Niraj Patel