ગુજરાતમાં કોરોના જે રીતે વધી રહ્યો છે તેને જોતા સ્થિતિ ધીરે ધીરે વધારે ગંભીર બને તેવી શક્યતાઓ છે. જેના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને લોકડાઉન અંગે ટકોર પણ કરવામાં આવી છે. કોરોનાની ચેઇન તોડવા માટે કોઇ મોટુ પગલું લેવું જરૂરી હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.

આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે સરકારને પણ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. જેના પગલે લોકડાઉન થાય તેવી શક્યતાઓને જોતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અદાલતનું કહેવુ છે કે જો કોઇ વાહનમાં એક જ વ્યક્તિ સવાર હોય, તે પણ એક પબ્લિક પ્લેસ જ છે. તેવામાં માસ્ક ફરજિયાત છે.
દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર બે હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. ઉપરાંત ઘણી વખત કારમાં બેઠેલા એકલા વ્યક્તિનું ચલણ ફાડવા પર પોલીસ સાથે વિવાદ થયો હોવાની ઘટનાઓ બની હતી. હવે હાઇકોર્ટના આદેશ બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

આ ઉપરાંત કોર્ટે વૃદ્ધ વ્યક્તિઓને ઘરની અંદર પણ માસ્ક પહેરી રાખવા માટે પ્રોત્સાહિત કરવાની વાત કરી છે. આના પાછળ કોર્ટનું માનવું છે કે ઘરના અન્ય લોકો કામ અર્થે બહાર જતા હોય છે. તેમનાથી વૃદ્ધ વ્યક્તિઓને ચેપ ન લાગે તે માટે તેઓ માસ્ક પહેરી રાખે તો રક્ષણ મળી શકે છે.
Delhi High Court rules mask mandatory even if a person is driving alone. It states that a mask acts as a ‘suraksha kavach’ which would prevent the spread of COVID19. pic.twitter.com/litzyIQ4iN
— ANI (@ANI) April 7, 2021