ખબર

હવે રાહ જોવાની થશે ખતમ, મારુતિની આ શાનદાર કાર આવી રહી છે CNG મોડલમાં, કિંમત અને એવરેજ જાણીને તમે પણ લેવાનું મન બનાવી લેશો

મારુતિની સૌથી ફેમસ કારની કિંમત અને એવરેજ જાણીને તમે પણ લેવાનું મન બનાવી લેશો, આવી ગઈ મોટી ખુશખબરી

આજના સમયમાં કાર મોટાભાગના લોકોની જરૂરિયાત થઇ ગઈ છે. મોટાભાગના લોકો એવા પણ છે જેમને કાર વગર એક દિવસ પણ ના ચાલે, અને આવનારા સમયમાં પણ કારની જરૂરિયાત કેટલી વધવાની છે તે આપણે અને કાર કંપનીઓ પણ જાણે જ છે, જેના કારણે આ કંપનીઓ બજારમાં લોકોની જરૂરિયાત મુજબની કાર બનાવી રહી છે. ત્યારે હાલ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે પણ કઈ કાર લેવી એના માટે પણ ઘણા લોકો અસમંજસમાં હોય છે.

ઘણા લોકો ઇલેક્ટ્રિક કાર પણ ખરીદતા હોય છે, પરંતુ તેની કિંમત અને ઓછા ચાર્જિંગ સ્ટેશનના કારણે ઘણા લોકોને આ કાર ખરીદવી નથી પરવળતી, ત્યારે લોકો બીજા વિકલ્પ તરીકે CNG કારને પસંદ કરતા હોય છે. ત્યારે કાર નિર્માતા કંપનીઓ પણ હવે કંપની ફિટેડ CNG કાર બહાર પાડી રહી છે. જેમાં મારુતિ સુઝીકી પણ એક છે. ત્યારે મારુતિએ હાલમાં જ તેની એક ખુબ શાનદાર કાર બ્રેઝા લોન્ચ કરી, આ કાર પહેલા કરતા વધારે ફીચર્સ અને શાનદાર લુકમાં જોવા મળી.

ત્યારે હવે ગ્રાહકો માટે મારુતિ કંપની બ્રેઝાને CNG વેરિયંટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મારુતિ સુઝુકી જલ્દી જ બ્રેઝા સીએનજી લાવવાની છે. એક યુટ્યુબ વીડિયોમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર આ એસયુવીનું સીએનજી વેરિએન્ટ ડીલરશીપ પર પહોંચવાનું પણ શરૂ થઇ ગયું છે. જેનો મતલબ એ છે કે બ્રેઝા સીએનજી લોન્ચ થવામાં હવે વધુ દિવસનો સમય નથી.

મારુતિ બ્રેઝા CNG તમામ ટ્રિમ લેવલ જેમ કે LXi, VXi, ZXi અને ZXi+ સાથે ઓફર કરી શકે છે સબ-કોમ્પેક્ટ SUV 1.5-લિટર પેટ્રોલ એન્જિન તેમજ ફેક્ટરી ફીટ CNG કિટ દ્વારા સંચાલિત હશે, જે 92 PS પાવર અને 122 Nm ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ હશે. એવું માનવામાં આવે છે કે Brezza CNG ની માઈલેજ 26 km/kg થી વધુ હોઈ શકે છે. વાત કરીએ તેની કિંમતની તો બ્રેઝા સીએનજીની કિંમત રેગ્યુલર વેરિઅન્ટ્સ કરતાં એક લાખ રૂપિયા સુધી વધુ હોઈ શકે છે. Brezzaના હાલના પેટ્રોલ વેરિઅન્ટની કિંમત રૂ. 7.99 લાખથી રૂ. 13.96 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.