આ ભાઈએ તો દિવાળીની એવી આતીશબાજી કરી કે લોકોની આંખો જોઈને પહોળી થઇ ગઈ, ગાડીમાં ભર્યા ફટાકડા અને પછી લગાવી દીધી આગ, જુઓ વીડિયો

આવા લોકોનું શું કરવું ? સોશિયલ મીડિયામાં દેખાડો કરવા માટે લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો, ગાડીની અંદર ફટાકડા ભરીને આગ ચાંપી, વીડિયો જોઈને લોકોને આવ્યો ગુસ્સો, જુઓ

દિવાળીનો તહેવાર દેશભરમાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, આ તહેવાર પર લોકોએ મીઠાઈઓ સાથે ફટાકડા ફોડીને પણ ઉજવણી કરી હતી. તો ઘણા લોકોએ આ સમય દરમિયાન ફટાકડા ફોડવા માટે એવા એવા કામ કર્યા જેને જેને જોઈને લોકોના દિમાગ પણ ચકરાવે ચઢી ગયા. ઘણા લોકોએ ડબ્બામાં તો ઘણા લોકોએ પોદળામાં પણ ફટાકડા ફોડ્યા, ત્યારે આ દરમિયાન એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.

સામે આવેલા વીડિયોની અંદર એક ભાઈ ગાડીની અંદર ઘણા બધા ફટાકડા ફોડતો જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ જીતુ સેન દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક ભાઈ મારુતિ 800 કારની આગળ ઉભો છે અને તેની કારની અંદર અને બહાર અલગ અલગ પ્રકારના ફટાકડા લગાવેલા છે.

તે ભાઈના હાથમાં પણ એક મોટો સુતળી બૉમ્બ છે જેના પર VIP પણ લખેલું જોઈ શકાય છે, ધીમે ધીમે તે ભાઈ કાર તરફ આગળ વધે છે અને પછી તેના હાથમાં રહેલો સુતળી બૉમ્બ કારની અંદર નાખે છે અને પછી આખી કાર ભડભડ કરતી સળગતી જોવા મળી રહી છે, કારની ઉપર રોકેટ બાંધેલા છે તે પણ હવામાં ઉડી રહ્યા છે અને જોત જોતામાં જ કાળ આખી જ બળીને રાખ થઇ જાય છે.

વીડિયોમાં ફટાકડા ફૂટ્યા બાદની કાર પણ જોઈ શકાય છે જેમાં આખી જ કાર બળીને ખાખ થઇ ગઈ છે. વીડિયોને જોતા એવું લાગી રહ્યું છે કે હવે કાર કોઈ કામની નથી રહી. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને લાખો લોકોએ લાઈક પણ કર્યો છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટની અંદર આ ભાઈની આ હરકત વિશે તેને ખરી ખોટી પણ સંભળાવતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jitendra Sen (@jitu_sen_yt)

Niraj Patel