Suicide of woman in surat : ગુજરાતમાંથી આપઘાતના ઘણા મામલા અવાર નવાર સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીક વાર શારીરિક કે માનસિક પરેશાની તો કેટલીકવાર અન્ય કારણોસર આપઘાતની ખબર સામે આવતી રહે છે. ત્યારે હાલમાં સુરતમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અડાજણની એક પરિણીતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યા બાદ 5 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.
જો કે, હાલ તો પરણિતાએ ક્યા કારણોસર આપઘાત કર્યો તેની કોઇ જાણ નથી થઇ. પ્રાપ્ત માહિતી મુજબ, પરિણીતાનો પતિ દુબઈમાં કામ કરે છે. જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલા સામે આવી રહ્યા છે અને સુરતમાં પણ આપઘાતનો સિલસિલો યથાવત છે. હજુ તો ગયા અઠવાડિયે જ સુરતમાં એક મહિલાએ નદીમાં આપઘાત કર્યો હતો. ડભોલી પંચશીલ રેસીડેન્સી ખાતે રહેતા બળવંતભાઈ કે જે રેડીમેડ ગારમેન્ટની દુકાન ધરાવે છે,
તેમની પત્ની અંજલી મોપેડ લઈ ડભોલી વરીયાવ બ્રિજ પર પહોંચી અને મોપેડ સાઈડમાં પાર્ક કરી બ્રિજ પરથી આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ત્યાં સુધી ઘણુ મોડું થઈ ગયું હતું. આ ઉપરાંત રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ વિનાયકનગરમાં રહેતા કારખાનેદારે કારખાનામાં જ આપઘાત કર્યો હોવાવી ઘટના સામે આવી હતી.
કારખાનેદારે તેના મામાના દીકરાને ફોન કરીને મારા છેલ્લા રામ રામ કહીને ફોન મૂકી દીધો હતો, જે બાદ ચિંતામાં મૂકાયેલ પરિવાર તાત્કાલિક કારખાને પહોંચ્યો, પણ ત્યાં સુધી પરિવારના મોભીએ આપઘાત કરી લીધો હતો.