રાજકોટમાં પરણિત પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ પતિની હત્યા કરવા એવું કાવતરું હાથ ધર્યું કે વાંચીને રૂંવાડા ઉભા થઇ જશે, ભુવો પણ…….

રંગીલા રાજકોટનો મોટો કાંડ : લફરાબાજ પ્રેમિકાના પતિ અડચણ રૂપ થતો હતો તો અકસ્માતમાં ખપાવેલી…જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા  કેટલાક સમયથી  ગુનાહિત પ્રવૃતિઓમાં સતત વધારો થઇ રહ્યો છે, અને તેમાં પણ રાજકોટ મોખરે આવતું જોવા મળે છે. રાજકોટમાં છેલ્લા થોડા દિવસમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજીડમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારીયા સોલવન્ટ રેલ્વે ફાટક પાસેથી એક યુવકની લાશ પણ મળી આવી હતી, જેના અંગે પોલીસ દ્વારા તપાસ કરતા મહત્વના ખુલાસા થયા છે.

આ ઘટનામાં 28 ઓક્ટોબરના રોજ સવારના સમયે મનોજ પ્રતાપભાઈ વાઢેર નામના યુવકનો મોઢાના ભાગે ગંભીર ઇજા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મનોજનું મોત શંકાસ્પદ જણાતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.આ ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું કે, મૃતકની જ પત્નીના પ્રેમીએ 4 લાખની સોપારી આપી હત્યા નીપજાવી હતી.

આ હત્યા પાછળ ભૂવાની પણ સંડોવણી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે પ્રેમી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મનોજના પરિવારજનો અવારનવાર ઘટનાસ્થળે જતા હતા. દરમિયાન 13 નવેમ્બરના રોજ તેઓ ઘટનાસ્થળે ઊભા હોય એક અજાણી વ્યક્તિએ પાસે આવી ‘કેમ અહીં ઊભા છો’ તેવી પૂછપરછ કરી હતી.

બાદમાં આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ જગ્યાએ થોડા દિવસ અગાઉ મૃતદેહ મળ્યો હતો તે ભાઇ અને બીજો એક અજાણ્યો શખસ બન્ને રાત્રિના સમયે ઝઘડો કરતા હતા. તેમાંથી એક શખસ બીજાને મોટા પથ્થર વડે બેથી ત્રણ ઘા મોઢા ઉપર મારતો હતો તેવુ મેં થોડે દૂરથી જોયું હતું.  બાદમાં અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં પારડીનાં રાજેશ પુંજા પરમાર પોલીસનાં હાથે લાગ્યો હતો. પોલીસની કડક પુછપરછમાં હત્યાની સોપારી બાંધકામ કોન્ટ્રાકટર પરેશ પરષોત્તમ અકબરીએ આપી હોવાની કબુલાત આપી હતી. એક બાદ એક આરોપીઓની પુછપરછ કરવામાં આવતા હત્યાની સોપારી લેનાર મેલડી ભુવા મેહુલ રામજી પારઘી હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આરોપી રાજેશ પરમારની પુછપરછમાં કબુલ્યું હતું કે, મને પારડીના મારા મિત્ર કિશન જેઠવાએ કહ્યું હતું કે, ગામના ભુવા મેહુલ પારઘી પાસે રાજકોટના પરેશ પટેલેનું એક કામ આવ્યું છે. જેમાં પરેશ પટેલને નડતા એક ભાઇને દારૂ પીવાની ટેવ છે. શખ્સ સાથે આપણે મિત્રતા કરી તેને દારૂમાં દવા કે ઝેરી પદાર્થ નાખી મારી નાંખવાનો છે. આ કામમાં પૈસા મળશે. કિશનની આ વાત સાંભળી હું કામ કરવા તૈયાર થયો હતો અને 27મીએ સાંજે પોતે કિશન જેઠવા તથા મેહુલ પારઘી સાથે જેની હત્યા કરવાની હતી.

તેને કોઠારીયા સોલવન્ટ નજીક ચાની કેબીન ધરાવતાં પરેશ પટેલના મિત્ર વિમલ બાંભવા મારફત જેને પતાવવાનો હતો. મનોજની ઓળખ કરી હતી અને બાદમાં મનોજ કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે ચાલીને જતો હતો. ત્યારે પાછળ જઇ વાતચીત કરી પછાડી દિધો હતો અને પથ્થર ઉપાડી મોઢા પર બે ત્રણ ઘા ફટકારી ભાગી ગયો હતો

Niraj Patel