પોતાના બાળપણના પ્રેમી સાથે યુવતીએ કર્યા લગ્ન, 2 વર્ષ સુધી દુનિયાથી છુપાવીને રાખ્યા અને પછી…. જુઓ વીડિયો

કેટલાક લોકો હોય છે જે પોતાના પ્રેમ અને પોતાના પ્રિયજનને ખુબ જ મહત્વ  આપતા હોય છે, ઘણા લોકોનો બાળપણનો પ્રેમ છેક ઘરડા થતા સુધી સાથ નિભાવે છે તો ઘણા લોકો યુવાનીમાં પોતાના બાળપણના પ્રેમને પણ ભૂલી જાય છે તો ઘણા લોકોને તેમની કિસ્મત સાથ નથી આપતી, પરંતુ હાલમાં એક એવા લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક છોકરી તેના બાળપણના પ્રેમી સાથે લગ્ન કરી રહી છે.

સોશિયલ મીડિયા પર એક યુવતીએ પોતાની લવ સ્ટોરી જણાવી છે, જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. યુવતીનું કહેવું છે કે તેણે તેના બાળપણના પ્રેમ સાથે લગ્ન કર્યા હતા અને તેને બે વર્ષ સુધી ગુપ્ત રાખ્યું હતું. પરિવારને પણ આ વાતની જાણ નહોતી. યુવતીએ આ વીડિયો Tiktok પર શેર કર્યો છે.

‘ધ સન’ અનુસાર, ટિકટોક યુઝર બ્રી દ્વારા એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા તેના મિત્ર સાથે લગ્ન કર્યા હતા અને બે વર્ષ સુધી પરિવારને જણાવ્યું ન હતું. ત્યારે તે 20 વર્ષની હતી અને તેનો પતિ 21 વર્ષનો હતો. યુવતીએ જણાવ્યું કે તે તેની માતા સાથે રહેતી હતી અને તેનો બોયફ્રેન્ડ પણ ત્યાં રહેતો હતો. પરંતુ લગ્નની કોઈને જાણ નહોતી. અને બંને પહેલેથી જ સાથે રહેતા હોવાથી લગ્ન પછી પણ તેમના જીવનમાં કોઈ ખાસ બદલાવ આવ્યો ન હતો.

બ્રીએ કહ્યું કે અમે અમારા પરિવારને આ વિશે કહ્યું, પરંતુ અમે વિચાર્યું કે અમારે બાળકની યોજના કરવી પડશે. તે પહેલા અમે અમારા પરિવાર સાથે પહેલાની જેમ રહેતા હતા. બ્રીએ કહ્યું કે જ્યારે અમે અમારા પરિવારના સભ્યોને આ વિશે જણાવ્યું તો તેઓ ખૂબ જ ખુશ થયા. ટિકટોક પર બ્રી દ્વારા અપલોડ કરાયેલા વીડિયોને 60 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ ઉપરાંત લોકો તેના આ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે મેં મારા પિતાને સાત મહિના સુધી મારા લગ્ન વિશે જણાવ્યું ન હતું. મારો પુત્ર થોડા મહિનાનો હતો જ્યારે મેં 7 મહિના પછી ફેસબુક પર મારું નામ બદલ્યું. અન્ય એક યુઝરે લખ્યું કે જો તમે ખુશ છો તો આ બધાથી કોઈ ફરક નથી પડતો.

Niraj Patel