8 વર્ષથી જે છોકરાને ભાઈ કહી રહી હતી એજ છોકરા સાથે છોકરીએ કરી લીધા લગ્ન, હવે બની ગઈ છે તેના બાળકની માતા પણ, વીડિયોએ મચાવી ધમાચકડી… જુઓ

ભૈયામાંથી 8 વર્ષ બાદ બની ગયો સૈયા, એક છોકરું પણ પેદા કરી દીધું, લવ સ્ટોરીનો વીડિયો જોઈને લોકો બરાબર બગડ્યા… જુઓ તમે પણ

સોશિયલ મીડિયામાં ઘણા લોકોની પ્રેમ કહાનીઓ વાયરલ થતી હોય છે, કેટલીક પ્રેમ કહાનીઓ એવી પણ હોય છે જેને જાણીને હેરાની પણ થઇ જાય. ઘણા લોકો પોતાના પ્રેમને પામવા માટે ખુબ જ સંઘર્ષ પણ કરતા હોય છે. પરંતુ હાલ એક એવી લવ સ્ટોરી સામે આવી છે જેનો વીડિયો વાયરલ થયા બાદ લોકો આ જોડીને ટ્રોલ કરવા લાગ્યા.

એક મહિલાએ વીડિયો શેર કરીને જણાવ્યું કે તેણે એવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા, જેને તે લાંબા સમયથી ‘ભાઈ’ કહીને બોલાવતી હતી. મહિલાના પતિની ઉંમર મોટી હતી અને તે સમયે તેના લગ્ન થયા ન હતા. દંપતીએ પોતે જ આ હકીકતનો ખુલાસો કર્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

હાલ વિની અને જય પતિ-પત્ની છે. ઇન્સ્ટાગ્રામ પર તેમનું સંયુક્ત એકાઉન્ટ છે. હાલમાં જ તેણે તેની લવ સ્ટોરી શેર કરી છે. આમાં વિન્નીએ જણાવ્યું કે તે 8 વર્ષથી જયને ‘ભાઈ’ કહીને બોલાવતી હતી, કારણ કે જય તેના કરતા મોટો હતો. વિનીએ એ પણ જણાવ્યું કે તે અને જય સગાં હતા.

વિની અને જયએ પોતાને કન્ટેન્ટ ક્રિએટર તરીકે ગણાવ્યા છે. તે સોશિયલ મીડિયા પર પોતાના જીવન સાથે જોડાયેલા વીડિયો અને ફોટો પોસ્ટ કરતો રહે છે. એક વીડિયોમાં વિનીએ જણાવ્યું કે તે શરૂઆતમાં જયને ‘ભાઈ’ કહીને બોલાવતી હતી. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે “તે મારાથી ઉંમરમાં મોટો હતો અને દૂરનો સંબંધી લાગતો હતો. તેથી જ તે તેને ભાઈ કહીને બોલાવતી હતી.” જોકે, બાદમાં બંનેએ લગ્ન કરી લીધા અને હવે તેમને એક બાળક પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Vini & Jai (@viniandjai)

આ વીડિયો પર સેંકડો લોકોએ કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. એક યુઝરે કહ્યું- નાના શહેરમાં વડીલોને માત્ર ‘ભાઈ’ અને ‘દીદી’ કહેવામાં આવે છે. બીજાએ લખ્યું મને આ થોડું વિચિત્ર લાગે છે. ત્રીજાએ કહ્યું પોતાનાથી મોટી ઉંમરના કોઈપણને ‘ભાઈ’ કહી શકાય. આનાથી સંબંધ બનતો નથી.

Niraj Patel