લગ્નના ફેરા દરમિયાન વર-કન્યાને ડાન્સ કરતા જોઈને ભડકી ઉઠ્યા લોકો, સોશિયલ મીડિયામાં છેડાયું સંસ્કારોનું યુદ્ધ, જુઓ વીડિયો

લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. આજે પણ દરેક લગ્ન સંપૂર્ણ રીતિ રિવાજ અને મંત્રોચ્ચાર સાથે જ કરવામાં આવે છે. પરંતુ આજની યુવા પેઢી તેમાં પણ વૈવિધતા લઈને આવી છે. સોશિયલ મીડિયા ઉપર એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હશે, ત્યારે હાલ એવા જ એક લગ્નના વીડિયો ઉપર સંસ્કારોનું યુદ્ધ ફાટી નીકળ્યું છે.

હાલમાં સોશિયલ મીડિયાની અંદર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેની અંદર વર-કન્યા ફેરા દરમિયાન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ તેમનું આ ડાન્સ કરવું કેટલાક લોકોને પસંદ ના આવ્યું અને આ મામલો હવે ટ્વીટર ઉપર ચર્ચાનો વિષય બની ગયો છે.

સોશિયલ મીડિયા ઉપર હવે ઘણા લોકો સંસ્કૃતિ અને સંસ્કારોનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે તેમ જણાવી રહ્યા છે. તો ઘણા લોકો એમ પણ જણાવી રહ્યા છે કે લગ્ન એમના છે તો એમને જ નક્કી કરવું જોઈએ કે તેમને કેવી રીતે લગ્ન કરવા જોઈએ.

આ વીડિયોને ટ્વીટર યુઝર્સ બિરલા વેદાંત દ્વારા શેર કરવામાં આવ્યું છે, સાથે જ તેમને કેપશનમાં લખ્યું છે કે “આ લગ્ન થઇ રહ્યા છે કે સંસ્કારોની આહુતિ ? એ ના ભૂલશો કે તમે દુનિયામાં પૂજનીય છો તો ફક્ત આપણી સંસ્કૃતિ અને સંસ્કારોના કારણે જ.”

કેટલાક યુઝર્સે ફિલ્મી સ્ટારના નામ લઈને તેના ઉપર નિશાન સાધી રહ્યા છે. તો ઘણા યુઝર્સનું કહેવું છે કે લગ્નમાં નિભાવવામાં આવતી રસ્મોની કદર કરવી જોઈએ. કોઈને પણ તેનાથી છેડછાડ કરવાની પરવાનગી નથી.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર લગ્ન સમારંભમાં વર અને કન્યા બંને સાત ફેરા લેતા નજર આવી રહ્યા છે. આ દરમિયાન તે ડાન્સ પણ કરી રહ્યા છે. તો તેમની આસપાસ ઉભેલા મહેમાનો વર કન્યાનો ઉત્સાહ વધારી રહ્યા છે. જુઓ તમે પણ વીડિયો.

Niraj Patel