ખબર

ના બેન્ડ વાજા, ના જાનૈયા, ના ધામધૂમ, વરરાજા એકલો જ ગાડી ચલાવી લગ્ન કરવા પહોંચી ગયો, એકલો જ લઈને આવ્યો દુલ્હન

કોરોનાના કારણે લગ્નોની પ્રથા બદલાઈ ગઈ છે. હવે લગ્નમાં માત્ર ગણતરીના લોકોને જ હાજરી આપવામાં આવે છે, ત્યારે ઘણા લગ્નની એવી ઘણી બાબતો સામે આવે છે જે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય પણ બનતી હોય છે.

હાલ એવા જ અનોખા લગ્નની ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે. જે લગ્નની અંદર ના બેન વાજા હતા અને ના તો જાનૈયાઓ. વરરાજા એકલો જ ગાડી ચલાવી અને કન્યા લેવા માટે પહોંચી ગયો હતો. લગ્નના મંડપમાં પહોંચીને તેને કન્યા સાથે સાત ફેરા લીધા અને સાત જન્મો માટે કન્યાને પોતાની જીવન સંગની બનાવી અને પોતાના ઘરે લઇ આવ્યો.

આ મામલો છે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાનો. કોરોનાના કારણે હિમાચલ પ્રદેશમાં લગ્નની અંદર માત્ર 20 લોકોને આવવાની પરવાનગી છે. ઘણી જગ્યાએ આ નિયમોનું ખુબ જ ઉલ્લઘન પણ થયું છે. પરંતુ હમીરપુર જિલ્લાનો આ યુવક ઘણા લોકો માટે એક ઉદાહરણ બની ગયો છે.

આ યુવકની ઘણા લોકો ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે. ભોરંજ ઉપમંડલના ગામ ધમરોલનો યુવક નિર્મલ શર્મા પોતાના લગ્ન માટે એકલો જ દુલ્હન પાસે પહોંચ્યો. યુવક નિર્મલ પોતાની ગાડી જાતે જ ચલાવીને દુલ્હનના ઘરે પપલોહ પહોંચ્યો હતો.

કોરોના વાયરસની મહામારી ના કારણે નિર્મલે આ રીતે લગ્ન કરવાનો અનોખો નિર્ણય કર્યો હતો. જેના કારણે લગ્નના બધા જ રીતિ રિવાજોને બાજુ ઉપર રાખીને પોતાના પિતા અને સંબંધીઓ વિના જ આ લગ્નને યાદગાર બનાવી દીધા. નિર્મલ એકલો જ ગાડી લઈને 15 કિલોમીટર દૂર લગ્ન સ્થળે પહોંચ્યો અને કન્યા લઈને પરત આવ્યો હતો.

આ લગ્નની મોટી વાત એ હતી કે આ લગ્નમાં વર કન્યા ઉપરાંત ત્રીજી વ્યક્તિ લગ્ન કરાવનાર પંડિત જ હતો. આ લગ્નના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.લગ્નની અંદર 20 લોકોને અનુમતિ હોવા છતાં પણ નિર્મલે આ રીતે અનોખા લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

વરરાજા નિર્મલે જણાવ્યું કે, “સ્થાનિક વહીવટની ગાઇડલાઇન મુજબ,આ જાનમાં 20 લોકો લઈ જઇ શકતા હતા.પરંતુ અમે નથી ઇચ્છતા કે કોઈ અમારી ખુશીને કારણે બીજુ કોઈ સંક્રમિત થાય.તેથી,સરકારના નિયમોનું સમર્થન કરતા,એકલા જ વરકન્યાને લેવા જવાનું નક્કી કર્યું.”