એક ફૂલ અને બે માળી: એક જ યુવક સાથે લગ્ન કરવા માંગતી હતી બે યુવતીઓ, પછી ગામના લોકોએ કાઢ્યો એવો રસ્તો કે તમે પણ હેરાન રહી જશો

એક મર્દને પામવા ૨-૨ યુવતી થઇ પાગલ, છેલ્લે ટોસથી ઉછાળ્યો અને

આપણા હિન્દૂ ધર્મની અંદર એક જ લગ્નને માન્યતા આપવામાં આવે છે. બે લગ્ન કરવા એ કાનૂની અપરાધ પણ માનવામાં આવે છે. તે છતાં પણ સમાજમાં આપણે ઘણા એવા કિસ્સાઓ જોયા હશે જેમાં વ્યક્તિ તેની બે પત્નીઓ સાથે પણ રહેતો હશે. પરંતુ હાલ એવી ઘટના ચર્ચાનો વિષય બની છે જે જોઈને તમે પણ હેરાન રહી જશો.

એક યુવક સાથે લગ્ન કરવા માટે બે યુવતીઓ તૈયાર થઇ ગઈ. આ બંને યુવતીઓ સાથે યુવકનું અફેર ચાલી રહ્યું હતું. યુવકના લગ્ન પહેલા જ બંને યુવતીઓ તેમની જીદ ઉપર અડી પડી અને તે બંને જ યુવક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરવા લાગી, ત્યારે ગામના લોકોએ આખરે એક અનોખો રસ્તો શોધી કાઢ્યો અને ટોસ ઉછાળવાનો નિર્ણય કરવામાં આવ્યો.

આ બંને યુવતીએ તેમની એ જીદ ઉપર અડી રહી કે તેમના લગ્ન થશે તો આ યુવક સાથે જ થશે. ગામના લોકોએ પણ તેમને ખુબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ માનવ માટે તૈયાર ના થયું. એક યુવતીએ તો આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. છેલ્લે ગામના લોકોએ ભેગા મળી અને ટોસ ઉછાળીને લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો.

ટોસ ઉછાળતા પહેલા જ શરત પણ રાખવામાં આવી કે તેમને સ્ટેમ્પ ઉપર ત્રણેય વ્યક્તિઓએ સહી કરવી પડશે અને જે પણ નિર્ણય થશે તેને માન્ય રાખવો પડશે. બધી જ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જયારે ટોસ કરવાનો સમય આવ્યો તો અત્યાર સુધી મૌન બનીને બેઠેલા યુવકે પણ તેની ઈચ્છા વ્યક્ત કરી.

જે યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો તે યુવતીને યુવકે ગળે લગાવી લીધી. આ હરકત જોઈને બીજી યુવતીથી રહેવાયું નહિ અને તેને પણ ગુસ્સામાં આવીને યુવકને જોરદાર થપ્પડ પણ મારી દીધી. જેના બાદ જ નિર્ણય થઇ ગયો કે યુવક કોની સાથે લગ્ન કરશે. અને પછી ટોસ ઉછાળવાની પણ જરૂર ના પડી.

Niraj Patel