વરરાજાને સ્ટેજ ઉપર બેઠેલા જોઈને લગ્ન મંડપમાં આવતી દુલ્હનની આંખોમાંથી સરકી ગયા આંસુઓ, વરરાજાની આંખો પણ ભીંજાઈ, અને પછી…

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. લગ્નની અંદર તથા મસ્તી મજાક જોઈને આપણે પેટ પકડીને હસવા લાગીએ તો ઘણી વાર કેટલાક ઈમોશનલ દૃશ્યો પણ સામે આવે છે જેને જોઈને કોઈપણ ભાવુક થઇ જાય.

લગ્નના દિવસે દુલ્હન અને તેનો પરિવાર ખૂબ જ ભાવુક હોય છે. નવવધૂ નવું જીવન સેટ કરવા માટે તેના ઘરની બહાર જાય છે અને આશા રાખે છે કે તેના જીવનસાથી તેને આગળના જીવનમાં ખુશ રાખશે. ઘણીવાર એવું કહેવાય છે કે પાર્ટનર સાથેનું બોન્ડિંગ અને કનેક્શન જેટલું મજબૂત હશે તેટલા જ સારા સંબંધ હશે. આની ત્યારે શરૂ થાય છે જ્યારે કન્યા સ્ટેજ પર દુલ્હન  કપડામાં એન્ટ્રી કરે છે અને વરરાજા તેની રાહ જોતો હોય છે.

કેટલીકવાર દુલ્હન પોતાના ભાવિ જીવનસાથીનો ચહેરો જોઈને ભાવુક થઈ જાય છે અને બધાની સામે આંસુ આવી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. વરરાજા સ્ટેજ પર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને દુલ્હન પણ જલ્દી જ તેના પાર્ટનરની સામે આવવા માંગે છે. કન્યાએ લગ્ન મંડપમાં  એન્ટ્રી લેતાની સાથે જ સામે સ્ટેજ ઉપર બેઠેલા તેના વરને સામે જોયો. વરરાજાનો ચહેરો જોતાં જ તે ખૂબ જ ભાવુક થઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Eternal Weddings (@eternalweddingstm)

કન્યા ધીમા ધીમા પગલાંએ આગળ વધી રહી હતી અને વર પણ તેની સામે એક નજરે જોઈ રહ્યો હતો. દુલ્હન પોતાના વરને જોઈને ભાવુક થઈ ગઈ અને તે રડવા લાગી. ત્યારે વર પણ તેને જોઈને ભાવુક થઈ ગયો. દુલ્હનની નજીક હાજર લોકો પણ તેને જોઈને ભાવુક થઈ ગયા હતા. વીડિયોના અંતમાં હૃદય સ્પર્શી દૃશ્ય દેખાયું. કન્યા તેના ચહેરા પર સ્મિત સાથે હાથ જોડીને બેઠી છે અને વરરાજાએ તેને મંગળસૂત્ર પહેરાવ્યું છે. સાઉથ ઈન્ડિયન વેડિંગનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel