પ્લાસ્ટિકના ટબ વેચી રહેલા આ કાકાનું જબરદસ્ત માર્કેટિંગ જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા, કહેવા લાગ્યા- “આને તો કંપનીના CEO હોવું જોઈએ” જુઓ વીડિયો

રસ્તા પર પ્લાસ્ટિકના ટબને પછાડી પછાડીને માર્કેટિંગ કરી રહ્યા હતા આ કાકા, વીડિયો જોઈને લોકોના ઉડ્યા હોંશ.. જુઓ તમે પણ

તમે કોઈ મોટા બજારની અંદર કોઈ વસ્તુ ખરીદવા માટે જાવ કે પછી તમારા ગામ, ફળીયા કે મહોલ્લામાં કોઈ વસ્તુ વેચવા માટે આવે ત્યારે લોકો અનોખી સ્ટાઈલમાં બૂમો પાડીને પોતાની વસ્તુઓનું વેચાણ કરતો હોય છે. ઘણીવાર આવા લોકોની માર્કેટિંગ સ્ટાઇલ લોકોને ખુબ જ પસંદ પણ આવી જતી હોય છે.

ત્યારે હાલ એક પ્લાસ્ટિકના ટબ વેચવા વાળા વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેની માર્કેટિંગ કરવાની અનોખી સ્ટાઇલ જોઈને લોકો પણ તેના ફેન બની રહ્યા છે. આ વ્યક્તિ પ્લાસ્ટિકના ટબને રસ્તા પર પછાડી પછાડીને એવી રીતે વેચી રહ્યો કે જોઈને લોકોના પણ હોંશ ઉડી જાય.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોઈ ગામડામાં પ્લાસ્ટિકના ટબ વેચવા વાળો આવે છે. તે પોતાના હાથમાં બે ટબ લઈને ચાલે છે અને પાછળ સાઇકલ રિક્ષામાં બીજો માલ ભરેલો છે જેને લઇને એક વ્યક્તિ તેની પાછળ ચાલી રહ્યો છે. આ દરમિયાન વ્યક્તિ પોતાના હાથમાં રહેલા ટબને જમીન પર જોર જોરથી પછાડે છે, છતાં પણ ટબને કોઈ નુકશાન થતું નથી અને તે તૂટતાં પણ નથી.

એટલું જ નહિ આ વ્યક્તિ ટબને હાથમાં લઈને આખા વાળી પણ દે છે તે છતાં પણ ટબ તૂટતાં નથી. ત્યારે આ વ્યક્તિનો વીડિયો હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ટ્વિટર પર આઇપીએસ અધિકારી દીપાંશુ કોબ્રાએ શેર કરવાની સાથે જ લોકો જોઈને હેરાન રહી ગયા અને આ વ્યક્તિને તો કંપનીનો CEO હોવું જોઈએ એવું કોમેન્ટ પણ કરવા લાગ્યા, સાથે જ આ વ્યક્તિની માર્કેટિંગ સ્ટાઇલ જોઈને લોકો હેરાન પણ રહી ગયા.

Niraj Patel