બુધ અને શુક્ર સહિત આ 4 ગ્રહોનું માર્ચમાં પરિવર્તન, 3 રાશિના લોકોનું ખુલી જશે ભાગ્ય- થશે ધનલાભ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 7 માર્ચના રોજ બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી રાહુ બિરાજમાન છે. આવામાં બુધ અને રાહુની યુતિ બનશે. જ્યારે શુક્ર કુંભ રાશિમાં 7 માર્ચે પ્રવેશ કરશે અને જ્યાં પહેલેથી શનિ બિરાજમાન છે. ત્યારે શુક્ર અને શનિની યુતિ કુંભ રાશિમાં લગભગ 30 વર્ષ બાદ થશે. આ ઉપરાંત સૂર્ય પણ કુંભ રાશિમાં બિરાજમાન છે.

સૂર્ય 14 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને બુધ સાથે યુતિ થવાથી બુધાદિત્ય રાજયોગ બનશે. આ ઉપરાંત સૂર્ય અને રાહુની યુતિથી ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. 15 માર્ચે બુધ મીન રાશિમાં ઉદય અને 18 માર્ચે શનિ કુંભ રાશિમાં ઉદય થશે. તો ચાલો જાણીએ આનાથી કઇ રાશિને થશે ફાયદો.

વૃષભ રાશિ : ગ્રહોના આ મહાપરિવર્તનની વૃષભ રાશિના જાતકો પર સકારાત્મક અસર પડશે. આખુ વર્ષ ખુશીઓ લાવનારું રહેશે, જ્યારે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આધ્યાત્મ તરફ ઝૂકાવ વધશે, તીર્થયાત્રા પણ થઇ શકે છે. નોકરી કરતા લોકોને લાભ મળવાના એંધાણ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને પણ સફળતા મળી શકે છે. માર્ચ મહિનામાં આવકના નવા સ્ત્રોત ખુલશે અને ભરપૂર ધનલાભ થઈ શકે છે.

કન્યા રાશિ : માર્ચ મહિનો કન્યા રાશિના જાતકો માટે ખુબ સારો રહેશે. અટકેલા કામ ફરીથી શરૂ થશે, પિતા-ગુરુ-મેન્ટરનો સહયોગ મળશે, અને આનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે, ઘર પર જો કોઇ વિવાદ લાંબા સમયથી ચાલી રહેલ છે તો તેનો અંત આવી શકે છે. શુક્રની કૃપાથી ધન વૈભવ મળશે. સામાજિક ક્ષેત્રે લોકપ્રિયતા વધશે, વાણી ખુબ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે. વૈવાહિક જીવન માટે ખુબ સારો મહિનો, જીવનસાથીનો પૂરેપૂરો સાથ મળશે.

કુંભ રાશિ : કુંભ રાશિના જાતકો માટે પણ આ મહિનો ખુબ સારો રહેશે. જીવનમાં આવનારી સમસ્યાને સરળતાથી પાર કરી શકાશે, વેપાર કરનારા લોકોને લાભ મળી શકે છે. નોકરી કરતા લોકોને અનેક પ્રકારની ખુશીઓ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને પરિવાર સાથે સારો સમય વીતશે. આ ઉપરાંત સંતાનસુખ મળશે અને જીવનમાં સકારાત્મકતા વધશે. આર્થિક સ્થિતિ મજબૂત હોવાને કારણે બચત થશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina