પિતાની રિક્ષામાં બેસીને ઇવેન્ટમાં પહોંચી મિસ ઇંડિયા રનર અપ માન્યા સિંહ, માતાનો લીધો આશિર્વાદ- જુઓ તસવીરો
મિસ ઇંડિયા 2020માં ટોપ 3માં પહોંચેલી માન્યા સિંહ યુપીના દેવરિયાની રહેવાસી છે. તે મંગળવારે પિતા સાથે રિક્ષામાં બેસીને એક સમ્માન સમારોહમાં પહોંચી હતી. ઠાકુર કોલેજમાં આયોજિત આ સમ્માન સમારોહમાં તેમના માતા-પિતાને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
વીએલસીસી ફેમિના મિસ ઇંડિયા 2020ના ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઇવેન્ટની વિજેતા માનસા વારાણસી બની છે તેમને મિસ ઇંડિયાનો ખિતાબ જીત્યો છે. ત્યાં રિક્ષા ચાલકની દીકરી માન્યા સિંહ ફર્સ્ટ રનર અપ અને મિસ યુપી બની છે. બીજી રનર અપ મનિકા શિયોકાંડ બની છે. એવામાં માન્યા સિંહની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે તેના પરિવાર સાથે જોવા મળી.
માન્યા સિંહના પિતા ઓમપ્રકાશ સિંહે મંગળવાર 16 ફેબ્રુઆરીના રોજ ઓટો રેલી નીકાળી હતી. જેમાં માન્યા સાથે તેમની માતા પણ હાજર હતી. આ દરમિયાન તેમણે મિસ ઇંડિયા રનર અપનો તાજ પહેરેલો હતો. માન્યાએ બ્લેક કલરનો ખૂબસુરત ડ્રેસ પહેર્યો હતો. માન્યા મિસ ઇંડિયા 2020નો તાજ તો ન જીતી શકી પરંતુ તે ટોપ 3માં પહોંચી હતી.
માન્યાના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી હતી. તે માતા-પિતાને ગર્વ મહેસૂસ કરાવી ખૂબ જ ખુશ જોવા મળી હતી. તેમણે રસ્તામાં તસવીર પણ ક્લિક કરાવી હતી.માન્યા સિંહે ઘણી આર્થિક તકલીફોનો સામનો કર્યો છે અને તે બાદ તેણે આ રનર અપનો તાજ હાંસિલ કર્યો છે. માન્યાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, તેમના પિતા રિક્ષા ચલાવે છે, આવામાં તેમણે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. તેમણે ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો પણ કર્યો છે. એવી ઘણી રાત છે કે તેણે ભૂખ્યા પેટે સૂવુ પડ્યુ છે.
માન્યાએ કહ્યુ હતુ કે, તેમના માતા-પિતા પાસે જે પણ ઘરેણા હતા તે વેચીને તેને ભણાવી છે. ઉત્તરપ્રદેશમાં મહિલા હોવું એ એક સરળ વાત નથી, તેમની માતાએ શારિરીક અને માનસિક ઘણું બધુ સહન કર્યુ છે. માન્યાએ જણાવ્યુ કે, તે 14 વર્ષની ઉંમરમાં જ ઘર છોડીને જતી રહી હતી અને બધુ જ છોડી દીધું હતુ. તે દિવસે ભણતી હતી, સાંજના સમયે વાસણ ધોવાનું કામ કરતી અને રાત્રે કોલ સેંટરમાં કામ કરતી હતી.
View this post on Instagram
હાલ માન્યા સિંહનો હાલ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો જેમાં તે તેમના માતાને પગે લાગીને આશિર્વાદ લેતા દેખાઇ રહી છે અને ત્યાં જ તે પિતાને ગળે પણ લગાવે છે અને પિતાના આંખના આંસૂ લૂછે છે. તો બીજા વીડિયોમાં માન્ય એ માતા અને પિતા ને જ તાજ પહેરાવી દે છે અને માતા પિતા ની આંખો છલકાઈ જાય છે, હ્ર્દય પીગળીજાય એવા દ્રશ્યો જોવા મળ્યા જુઓ વીડિયોમાં.
View this post on Instagram