એક વ્યક્તિનો જીવ બચાવવા માટે આ ભાઈએ પોતાની ગાડીની પણ ચિંતા ના કરી, આખો વીડિયો થયો કેમેરામાં કેદ, જુઓ

રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાઓ ઠેર ઠેર જોવા  મળે છે, તો હાઇવે ઉપર પણ આપણે ઘણીવાર પુરપાટ ઝડપે ગાડી કે કોઈ વાહન લઈને જતા હોઈએ ત્યારે અચાનક સામેથી કયોય માણસ કે પ્રાણી આવી જતા પણ અકસ્માત સર્જાય છે. ઘણીવાર લોકો કોઈને બચાવવા માટે પોતાનો જીવ પણ દાવ ઉપર લગાવી દેતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર એક કાર દેખાઈ રહી છે. તેને જોતા એમ લાગે કે આ કાર નિયંત્રણ ખોઈ બેઠી છે. એક હાઇવેની બાજુમાં ઘાસના મેદાન ઉપર ફૂલ સ્પીડમાં ચાલી રહી છે. જોકે કાર રેલિંગ સાથે પણ ટકરાય છે અને છતાં પણ ચાલતી રહે છે. વીડિયોની અંદર આપણે એ પણ જોઈ શકી છીએ કે અનિયંત્રિત ગાડીને રોકવા માટે એક કાર ડ્રાઈવર પોતાની ગાડી તેની સામે ચલાવે છે.

જેના બાદ કારની ટક્કર થઇ જાય છે. જોકે આ દરમિયાન આ અકસ્માતથી કોઈ નુકશાન નથી થતું, પરણમતું જે કાર અનિયંત્રિત થઇ હતી તે ઉભી રહી જાય છે. આ સમગ્ર ઘટના પાછળથી આવી રહેલી એક કારના ડેશકેમમાં રેકોર્ડ થઇ જાય છે. આ વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે “એક બીજા ડ્રાઈવરને બચાવવા માટે આ માણસે પોતાની કારની બલી આપી દીધી જે બેભાન થઇ ગયો હતો.”

આ ઘટના નેધરલેન્ડમાંથી સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ બીજા વ્યક્તિને બચાવવા માટે પોતાની કારની બલી આપી દીધી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 16 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો છે.

Niraj Patel