દારૂ પીતો એક ભાઈ આવ્યો મોગલ માતાના ધામ કબરાઉમાં સંતાન પ્રાપ્તિ માટે, મણિધર બાપુએ કહ્યું એવું કે… જુઓ વીડિયો

manidhar bapu kabraudham video : ગુજરાતમાં ઘણા બધા એવા મંદિરો છે જે ભક્તિ અને અસ્થાના કેન્દ્ર છે અને આ મંદિરો (temple ) માં રોહજં હજારો લાખો લોકો દર્શન કરવા પણ જતા હોય છે. ઘણા એવા મંદિરો પણ છે જેમાં આજે પણ કેટલાક ચમત્કાર જોવા મળે છે અને મંદિરના પરચા પણ અપરંપાર હોય છે. ત્યારે ભક્તો પણ પોતાની ઈચ્છા શક્તિ અનુસાર આ મંદિરોમાં દાન પણ આપતા હોય છે.

ત્યારે એવું જ એક ધામ છે કચ્છમાં આવેલું કબરાઉ ધામ, (kabrau mogal dham) જ્યાં મોગલ માતાજીમાં ભક્તોને અપાર શ્રદ્ધા છે અને લોકો આ મંદિરમાં માનતા પણ રાખે છે. પોતાની માનતા પૂર્ણ થયા બાદ ભક્તો માનતા પૂર્ણ કરવા મંદિરમાં હજારો, લાખો રૂપિયા રોકડા અને સોના ચાંદીની ભેટ ધરાવવા માટે પણ આવતા હોય છે.

પરંતુ કબરાઉ ધામની ગાદી પર બેઠેલા મણિધર બાપુ કોઈનું એક રૂપિયાનું દાન નથી લેતા, જે ભક્તો પોતાની ઈચ્છા શક્તિથી દાન આપવા આવે છે તેમના દાનમાં એક રૂપિયો ઉમેરીને બહેન દીકરીને આપી દેવાનું પણ કહે છે. ત્યારે કબરાઉ ધામના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

ત્યારે હાલ એક કબરાઉ ધામનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. બાપુ મંદિરમાં દર્શન કરવા માટે આવેલા એક ભક્તને કહી રહ્યા છે કે ઉપવાસ એવા કરો કે કોઈને જમાડો. કોઈને પેટ ભરવું એવા ઉપવાસ કરવા જોઈએ. જેના બાદ એક ભક્તને કહે છે કે અસલ ચારણ હોય એ દારૂ ના પીવે દીકરા.

આ ઉપરાંત અન્ય એક ભક્તને પણ તે દારૂ મૂકી દેવાની સલાહ આપતા જોવા મળે છે. એક ભક્ત મંદિરમાં આવીને સંતાન પ્રાપ્તિ માટે વાત કરે છે, ત્યારે બાપુ બોલે છે કે મોગલ દીકરો આપશે પણ દારૂ મૂકી દે, જો દારૂ પીવાનો ચાલુ રાખીશ તો ખખોળ ખાંપણ વાળો દીકરો આપશે.

Niraj Patel