ખબર ધાર્મિક-દુનિયા

વાહ મણિધર બાપુ વાહ…. બંને કીડનીઓ ફેલ દીકરા માટે બાપુ બન્યા જીવતે જીવંત ભગવાન, એવું કહ્યું કે સાંભળીને તમે પણ નતમસ્તક થઇ જશો…

મોગલધામના પરચા અપરંપાર… એક બાપ પોતાના દીકરાની બંને કિડની ફેલ થવાની ફરિયાદ લઈને આવ્યો ધામમાં, મણિધર બાપુએ કહ્યું એવું કે… જુઓ વીડિયો

ગુજરાતની ધરતી સંતો-મહંતોની ધરતી છે અને આ ધરતી પર ઈશ્વર પણ આવી ગયા છે.  ત્યારે ગુજરાતમાં આજે પણ એવા ઘણા સ્થળો છે જ્યાં ઈશ્વરીય શક્તિના પરચાઓ સતત મળતા આવે છે. એવું જ એક ધામ છે આઈ શ્રી મોગલ માતાજીનું ધામ કબરાઉ ધામ. જ્યાં બિરાજતા મણિધર બાપુમાં લોકોને ઈશ્વરીય શક્તિના દર્શન થતા હોય છે.

મોગલધામમાંથી ઘણા બધા પરચાઓ રોજ સાંભળવા મળતા હોય છે. ઘણા લોકોની સમસ્યાઓ આઇશ્રી મોગલા માતાજીએ દૂર કરી છે અને આજે પણ મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પૂર્ણ થતા કબરાઉ ધામ આવે છે અને મા મોગલના દર્શન પણ કરતા હોય છે. સાથે જ ઘણા લોકો પોતાની તકલીફોને લઈને પણ આવતા હોય છે.

ત્યારે મોગલધામમાં બિરાજતા મણિધર બાપુ પણ ત્યાં બેસીને બધાની ફરિયાદ સાંભળતા હોય છે, સાથે જ ઘણીવાર એવું પણ કરતા હોય છે જે જોઈને આપણે તેમની સામે નત મસ્તક થઇ જઈએ. હાલમાં જ સામે આવેલા એક વીડિયોની અંદર આવી જ એક ઘટના બનતી જોવા મળી રહી છે. જેમાં એક પિતા પોતાના દીકરાને લઈને કબરાઉ ધામમાં માં મોગલના શરણે આવે છે.

ત્યાં હાજર મણિધર બાપુને પિતા પોતાના દીકરાની વાત જણાવે છે. તે કહે છે કે તેમના દીકરાની બંને કીડનીઓ ફેલ થઇ ગઈ છે. દવાઓ કરાવવા છતાં પણ કોઈ ફર્ક નથી પડ્યો, ત્યારે મણીધર બાપુ એ દીકરાના બંને હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે “મારી કિડની તું લઇ લે અને તારી કિડની મને આપી દે.” બાપુ આ ઉપરાંત એમ પણ કહે છે કે પહેલા દવા અને પછી દુઆ, મા મોગલ મટાડી દેશે.”

ત્યારે હવે આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તે જોઈને બાપુ અને મોગલધામના લોકો ગુણગાન ગાઈ રહ્યા છે. આ ઉપરાંત ઘણા વીડિયોમાં જોવા મળે છે કે મોગલધામમાં પોતાનું ધાર્યું કામ પૂર્ણ થવા પર જે લોકો હજારો લાખો રૂપિયા ચઢાવવા માટે આવતા હોય છે તેમાં બાપુ એક રૂપિયો ઉમેરી તેમને પરત આપે છે અને આ પૈસા બહેન દીકરીને આપી દેવા પણ સૂચના કરતા હોય છે.