આ મહિલાએ મેગી બનાવતી વખતે ભેળવી દીધી એવી વસ્તુ કે યુઝર્સ જોઈને રહી ગયા દંગ, કહ્યું કે- આને તો નરકમાં પણ… જાણો

ઘણા બધા લોકો ખાવા પીવાના શોખીન હોય છે. તે લોકો નવા નવા સ્વાદના ચટકા લેતા રહેતા હોય છે. કેટલાક લોકો ખાવાની સાથે અજીબો ગરીબ પ્રયોગ કરતા હોય છે જેના કારણે નવા સ્વાદનો આનંદ માણી શકાય. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ઇન્સ્ટન્ટ નુડલ્સ બ્રાન્ડ મેગી અને કેરી સાથે નવો પ્રયોગ દેખાડવામાં આવ્યો છે. આ નવા પ્રયોગ પર કેટલા લોકોએ તેના વખાણ કર્યા હતા તો ઘણા લોકો હાસ્યાસ્પદ કરાર આપી રહ્યા હતા. આ નવા પ્રયોગે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. મેગી બાળકોની સાથે સાથે મોટા લોકોમાં પણ લોકપ્રિય છે. જોકે કેરીની સાથે આ નૂડલ્સનું ભેગું કરવું એ લોકો માટે પચાવવું મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે.

આ અજીબો ગરીબ વ્યંજનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. ધ ગ્રેટ ઇન્ડિયન ફૂડી નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા મેજીક મસાલો અને પાણી નાખીને મેગી નુડલ્સને નોર્મલ રેસિપીની જેમ બનાવી રહી છે. પરંતુ થોડા સમય બાદ તેણે જે કર્યું તે બધાને ચોંકાવી દીધું. મહિલાએ મેગીની અંદર કોલ્ડ ડ્રિન્ક બ્રાન્ડ સ્લાઈસને અંદર મિક્સ કરી અને પછી કેરી કાપીને ગરમાગરમ પ્લેટમાં પરોસી દીધું.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર લગભગ બે લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. જોકે ઘણા બધા યુઝર્સે આ વીડિયોને જોઈને નિરાશા વ્યક્ત કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે કૃપા કરીને આ વીડિયોમાં જગ્યાનું નામ પણ બતાવવામાં આવે કે આ જગ્યા છે ક્યાં જેના લીધે મહિલા સુધી પહોંચી શકાય અને તેને સલાહ આપી શકાય. તેમજ બીજા એક યુઝરે લખ્યું કે તમે લોકો નરકમાં જશો. તેના સિવાય એક યુઝરે લખ્યું કે હે ભગવાન મારા માટે એક અલગ ગ્રહ શોધી આપો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બધાની લોકપ્રિય મેગી એ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. આ સીઝનિંગ, ઇન્સ્ટન્ટ અને નુડલ્સ સ્વરૂપે મશહૂર છે. આ 1800ના દશકના અંતમાં સ્વિટઝર્લેન્ડમાં શરુ થયું હતું. નેસ્લેએ તેને 1947માં ખરીદી હતી. ભારત સિવાય આ ઇન્સ્ટન્ટ નુડલ્સ બ્રાન્ડ બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, સિંગાપુર, મલેશિયા, પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને માલદીવમાં પણ લોકપ્રિય છે.

Patel Meet