BIG NEWS: અભિનેત્રી મંદિરા બેદીના માથે તૂટ્યો દુઃખોનો પહાડ, સૌથી નજીકના વ્યક્તિનું થયું મૃત્યુ- જાણો

ટેલિવિઝન પ્રેઝન્ટર, એક્ટર અને મોડેલ મંદિરા બેદી 47 વર્ષની ભલે થઇ ગઈ હોય પરંતુ ઉંમર તેના માટે ફક્ત એ નંબરથી વધુ કંઈ નથી. સૌથી ફિટ એક્ટ્રેસની લિસ્ટ બનાવવામાં આવે તો મંદિરા બેદીનું નામ ટોપ પર આવે. મંદિરાની હોટ તસ્વીર અને વિડીયો હંમેશા સાબિતી આપે છે કે, તે તેની ફિટનેશ પર કેટલું ધ્યાન આપે છે. આટલું જ નહીં મંદિરા બેદી તેની હોટ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi)

થોડા સમય પહેલા મંદિરા બેદી માલદીવમાં વેકેશન માણવા ગઈ હતી. ત્યારે તેને પિંક તસ્વીર શેર કરી હતી. માલદીવમાં વેકેશનને યાદ કરીને પિંક સાથે રેડ શ્રગ પણ સાથે કેરી કર્યું હતું. આ ફોટો શેર કરતા મંદિરા બેદીએ લખ્યું હતું કે, ‘બહુજ સમય થઇ ગયો માલદીવ, શું તું પણ મને મિસ કરે છે, જેવી રીતે હું તને મિસ કરું છું.’ફેન્સ મંદિરાનિઆ તસ્વીરને ઘણી પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi)

મંદિરા બેદીએ શાહરુખ ખાન સાથે ‘દિલ વાલે દુલહનીયા’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી તેની અલગ સ્ટાઇલને લઈને ઓળખવામાં આવે છે. મંદિરાએ બૉલીવુડ સિવાય ઘણી સિરિયલ જેવી ‘શાંતિ’, ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’ માં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi)

મંદિરા અને તેના પતિ રાજ કૌશલે એક ચાર વર્ષની બાળકીને દત્તક લીધી છે. મંદિરાને પહેલાથી જ એક 9 વર્ષનો દીકરો છે. પરંતુ તેને દીકરીની ખુબ જ ઈચ્છા હતી. જેના કારણે મંદિરાએ એક ઉદાહરણ પૂરું પાડતા એક ખુબ જ પ્રેમાળ દીકરીને દત્તક લીધી છે. મંદિરાએ એ પણ જણાવ્યું કે તેને પોતાની દીકરીનું નામ તારા કૌશલ બેદી રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi Fc (@mandirabedi_fc)

મંદિરાએ પોતાના સમગ્ર પરિવાર સાથે સોશિયલ મીડિયામાં એક તસ્વીર પણ શેર કરી છે. એક કવિતાના માધ્યમથી તેને જણાવ્યું છે કે તારાને તેને ચાર મહિના પહેલા જ દત્તક લઇ લીધી હતી. તેને લખ્યું છે: “એ અમારી પાસે એક આશીર્વાદની જેમ આવી. અમારી નાની દીકરી તારા. 4 વર્ષ અને થોડી જ ઉંમર અને એ આંખોથી જે સિતારની જેમ ચમકે છે. પોતાના વીરની બહેન.”

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi Fc (@mandirabedi_fc)

ઘણી બધી ધારાવાહિકો અને ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત ક્રિકેટ જગતમાં પણ જેને એન્કરીંગ કરી અને નામના મેળવી એવી મંદિરા બેદીના માથે હાલ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું આજે સવારે નિધન થયું છે. મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર તેમનું નિધન હૃદયરોગના હુમલાના કારણે હોસ્પિટલમાં થયું હોવાનું સામે આવી રહ્યું છે.

રાજ કૌશલે એક અભિનેતાના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેને પોતાના કેરિયરમાં ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં “પ્યાર મેં કભી કભી”, “શાદી કે લડ્ડુ” અને :એન્થની કોન”નું નિર્દેશન કર્યું છે. રાજ કૌશલના નિધન ઉપર બોલીવુડના સેલેબ્સ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

મંદિરા બેદી અને રાજ કૌશલની પહેલી મુલાકાત 1996માં મુકુલ આનંદના ઘરે થઇ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા માટે પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના આસીટન્ટના રૂપમાં કામ કરતો હતો. અહિયાંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઇ હતી અને 14 ફેબ્રુઆરી 1999ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા.

પરંતુ આ લગ્નથી મંદિરાના માતા પિતા નારાજ હતા. તે મંદિરાના લગ્ન એક ફિલ્મ નિર્દેશક સાથે કરાવવા ઇચ્છતા હતા. પરંતુ બંનેના પ્રેમની આગળ કોઈનું કઈ ચાલ્યું નહીં અને આખરે બંનેએ લગ્ન કરી લીધા.

Niraj Patel