મહિંદ્રા કંપનીની બોલેરો ગાડી ખરીદવા માટે આ વ્યક્તિએ એક એક રૂપિયો ભેગો કર્યો, પરચુરણના કોથળા ભરીને શોરૂમ પહોંચ્યો અને પછી.. જુઓ વીડિયોમાં

દરેક લોકો પોતાના સપનાની બાઈક અને કાર ખરીદવા માંગતા હોય છે, જેના માટે લોકો તનતોડ મહેનત પણ કરતા હોય છે, આપણે એક કહેવત પણ સાંભળી હશે કે ટીપે ટીપે સરોવર ભરાય, ત્યારે હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ એક એક રૂપિયો ભેગો કરી અને પોતાની મનગમતી કાર ખરીદવાનું નક્કી કર્યું.

એક યુટ્યુબર તેના મિત્રો સાથે મહિન્દ્રા શોરૂમ પર પહોંચ્યો અને સિક્કામાં ચૂકવણી કરીને નવી નક્કોર મહિન્દ્રા બોલેરો કાર ખરીદી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં આ કારની કિંમત 12 લાખ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે.

યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં મિત્રોનું એક જૂથ મહિન્દ્રાના શોરૂમમાં પ્રવેશતા અને બોલેરોની કિંમતો વિશે પૂછપરછ કરતા જોઈ શકાય છે. શોરૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે સફેદ રંગની બોલેરોની કિંમત વિશે પૂછપરછ કરી અને પછી તેના મિત્રો સિક્કાઓની અનેક બોરીઓ લઈને ત્યાં પહોંચ્યા.

જ્યારે કર્મચારીઓએ સિક્કા દ્વારા ચૂકવણી કરવાની મંજૂરી આપી તેના બાદ તેઓ શોરૂમના ટેબલ અને ફ્લોર પર પૈસાની ગણતરી કરતા જોઈ શકાય છે. ચુકવણી સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ અને કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી નવા માલિકોને આ શાનદાર મહિન્દ્રા બોલેરોની ચાવી સોંપે છે.

જો કે, વીડિયોમાં એ સ્પષ્ટ નથી થયું કે યુટ્યુબરે વાહન ખરીદવા માટે રૂ. 12 લાખના સિક્કાના સંપૂર્ણ ચૂકવણી કરી કે થોડા જ સિક્કાઓ આપ્યા છે. વીડિયોની અંદર તે વ્યક્તિ પોતાની પાસે 12 લાખના સિક્કા હોવાનું જણાવી રહ્યો છે. કોમેન્ટ બોક્સમાં યુઝર્સ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે આ બધું ખાલી વીડિયો શૂટ કરવા માટે કરવામાં આવ્યું છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે આ એક ફેક વીડિયો છે. આમાં કોઈ સત્ય નથી.

એક યુઝરે લખ્યું, ‘ડ્રામા સારી રીતે નિભાવવામાં આવ્યો છે. તમે પહેલેથી જ વાહન ખરીદી લીધું છે કારણ કે વીડિયો એક નાટકની જેમ દેખાઈ રહ્યો છે.” સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને જોવામાં પણ ખુબ જ મજા આવી રહી છે, આ વીડિયોને એ1 એડવેન્ચર નામની યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલી ઘટના નથી જયારે કોઈ વ્યક્તિ  શોરૂમની અંદર સિક્કાઓ  લઈને વાહન ખરીદવા માટે ગયો હોય, આ પહેલા પણ ઘણા એવા લોકો હતા જે બાઈક અને સ્કૂટર ખરીદવા માટે સિક્કા લઈને શોરૂમ પહોંચ્યા છે, થોડા દિવસ પહેલા જ એક યુટ્યુબર પોતાની  મનગમતી બાઈક લેવા માટે 3 વર્ષથી સિક્કા ભેગા કરી અને 2 લાખ 60 હજાર  રૂપિયા લઈને શોરૂમ પહોંચ્યો હતો.

Niraj Patel