IPLમાં ચમકી ગઈ આ ભાઈની કિસ્મત, ડ્રિમ 11માં જીત્યો 2 કરોડ રૂપિયા, રાતો રાત બની ગયો કરોડપતિ, જુઓ કેવી રીતે બનાવી ટીમ ?

રાતો રાત ચમકી ગઈ આ યુવકની કિસ્મત, લખનઉ અને પંજાબની મેચમાં જીતી લીધા 2 કરોડ રૂપિયા, આ સ્ટ્રેટર્જી કરી ગઈ કામ.. જુઓ

હાલ આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે અને દેશના કરોડો લોકો ક્રિકેટનો આનંદ પણ માણી રહ્યા છે. તો સાથે જ ઘણા લોકો ઓનલાઇન સટ્ટો પણ રમતા હોય છે. જેમાં લોકો નજીવા પૈસા લગાવીને કરોડપતિ બનાવના સપના પણ જોતા હોય છે. પરંતુ મેચ પૂર્ણ થતા જ ઘણા લોકોના પૈસા ડૂબી જાય છે. કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો જ ઈનામી રકમ જીતતા હોય છે.

આઇપીએલની મેચમાં ઉત્તરાખંડના હીરા સિંહની કિસ્મત પણ ચમકી છે. જેણે ડ્રીમ ઈલેવનમાં ફેન્ટસી ટીમ બનાવીને બે કરોડની રકમ જીતી છે. ઉત્તરાખંડના રહેવાસી હીરા સિંહે અત્યાર સુધીમાં 532 સ્પર્ધાઓ રમી છે. જેમાં તેનો જીતનો દર 56 ટકા રહ્યો છે. શનિવારની IPL મેચમાં હીરા સિંહે લોકેશ રાહુલને કેપ્ટન અને એસ રાજાને વાઈસ કેપ્ટન બનાવ્યો હતો.

તે જાણતા હતા કે આ પીચ પર રન ઓછા પડશે અને વિકેટ વધુ પડશે. તેથી જ તેણે ચાર ઓલરાઉન્ડર અને ચાર બોલરનો સમાવેશ કરીને ટીમ બનાવી.  હીરા સિંહની યુક્તિ કામ કરી ગઈ અને તેણે એક જ ઝાટકે બે કરોડ રૂપિયા જીતી લીધા. જણાવી દઈએ કે, 15 એપ્રિલ શનિવારના રોજ IPLની બે મેચો રમાવાની હતી.

પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સની હતી જે બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 7:15 વાગ્યે સમાપ્ત થઈ હતી. બીજી મેચ લખનઉ સુપરજાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હતી. જે 7:30 વાગ્યે શરૂ થઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 8 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા.

પંજાબને 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે પંજાબે 3 બોલમાં 19 ઓવર કરીને જીતી લીધો હતો. આમાંથી એક મેચમાં જમ્મુ-કાશ્મીરનો યુવક કરોડપતિ બન્યો હતો જ્યારે બીજી મેચમાં ઉત્તરાખંડનો હીરા સિંહ વિજયી બન્યો હતો.નવેમ્બર 2021થી ડ્રીમ 11માં પોતાનું નસીબ અજમાવનાર હીરા સિંહે લગભગ દોઢ વર્ષમાં આ સિદ્ધિ મેળવી છે.

Niraj Patel
error: Unable To Copy Protected Content!