આ ભાઈ ઘરની બારીમાંથી ફેંકી રહ્યો હતો કચરો અને પોતે જ પડી ગયો કચરાપેટીની ગાડીમાં, વીડિયો જોઈ પેટ પકડીને હસવા લાગશો

સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો હોય છે જે ખુબ જ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવા એવા દૃશ્યો જોવા મળે છે જેને જોઈને આપણે પણ આપણું હસવું રોકી નથી શકતા. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઇ રહ્યો છે. જે જોઈને તમે પણ તમારું હસવું રોકી નહીં શકો.

આ વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે ઘરની નીચે કચરાની ગાડી આવવાની સાથે જ એક વ્યક્તિ બારીમાંથી કચરાની થેલી નાખવા માટે બહાર ડોકિયું કરે છે અને કચરો નાખવા જતા તે પોતે જ કચરાની ગાડીમાં જઈને પડે છે.

 

આ વીડિયોને દીપાંશુ કાબરા આઈપીએસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે તેમને કેપશનમાં લખ્યું છે કે, “કચરો ફેંકવાનો છે, કચરા સાથે ફેંકાવવાનું નથી. રોજબરોજના કામમાં પણ થોડી લાપરવાહીના કારણે મોટી ઘટના ઘટી શકે છે. એટલા માટે સાવધાન રહો, આવા શોર્ટકટથી બચો અને ઘરમાં એવું કોઈ સ્થાન છે જેનાથી દુર્ઘટના થઇ શકે છે તો તેનાથી બચાવનો ઉપાય કરો. જેવી કે ઊંચી દીવાલ બનાવી દો વગેરે.”

 

 

 

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. તમે પણ નિહાળો આ વાયરલ વીડિયોને.

Niraj Patel