વાયરલ

“મારી પત્ની મારી પાછળ પડી છે, મને બચાવી લો…” હાઈ-વે પર દોડતા દોડતા પતિએ વીડિયો બનાવી મદદ માટે કરી અપીલ

સોશિયલ મીડિયા ઉપર રોજ ઘણા જ વીડિયો વાયરલ થતા હોય છે, અને એમાં પણ જો પતિ પત્નીને લગતા કોઈ વીડિયો હોય તો તે પુરજોશમાં વાયરલ થઇ જાય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પતિ તેની પત્નીથી બચવા માટે હાઇવે ઉપર ભાગી રહ્યો છે અને સાથે સાથે વીડિયો બનાવીને તે પોતાની આપવીતી પણ જણાવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક પતિ રસ્તા ઉપર ભાગતા ભાગતા વીડિયોમાં જણાવી રહ્યો છે કે “મને બચાવી લો.. મને બચાવી લો દોસ્તો…મારી પત્ની મારી પાછળ પડી છે, મારા જીવ ઉપર આવી બની છે, હું ભાગીને આગ્રાની બહાર આવી ગયો છું.. મને બચાવી લો..મારી પત્નીએ મને પૂછી લીધું કે તમે મને કેટલો પ્રેમ કરો છો ? તો મેં કહ્યું કે દિલ ચીરીને જોઈ લે.. ત્યારથી પત્ની મારી પાછળ ચાકુ લઈને પડી છે.”

આ વીડિયોને જોઈને લોકોનું હસવું પણ નથી રોકાઈ રહ્યું, ઘણા લોકો આ વીડિયો ઉપર કોમેન્ટ કરી રહ્યા છે. તમે પણ આ વીડિયો જોઈને પેટ પકડીને હસવા લાગશો. જુઓ આ વાયરલ વીડિયોમાં પતિના દર્દને….

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો ઘણા લોકોનું માનવું છે કે આ પતિ બનેલા ભાઈ ફક્ત એક્ટિંગ કરી રહ્યા છે હકીકતમાં આવું ના થયું હોય, સોશિયલ મીડિયામાં એક યુઝર્સે તો કહી દીધું કે આ સાચું હોય કે ખોટું પણ જો આ એક્ટિંગ કર્યા હોય તો આ ભાઈ ની એક્ટિંગ ને સલામ અને વીડિયોની સ્ક્રીપટ પણ ઢાંસુ છે.