મોતના મુખમાં જતા જતા બચ્યો આ માણસ, વીડિયો જોઈને તમે પણ કહેશો, “યમરાજનો લંચ ટાઈમ ચાલતો હશે !” જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

ઇન્ટરનેટ ઉપર ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ ચોમાસાનો સમય ચાલે છે અને આ સમયે ઘણી બધી દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે, ઠેર ઠેર દીવાલ પડવી, રસ્તા ઉપર બાઈક સ્લીપ ખાઈ જવું, ભુવા પડવા જેવી ઘટનાઓ અવાર નવાર સામે આવે છે, જેના ઘણા વીડિયો પણ આસપાસ લાગેલા કેમેરામાં કેદ થઇ જતા હોય છે, ઘણીવાર આવા અકસ્માતમાં વ્યક્તિનો બચાવ પણ થતો હોય ત્યારે મોઢામાંથી નીકળે કે રામ રાખે તેને કોણ ચાખે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ખૂબ જ આરામથી ચાલી રહ્યો છે. તરત જ તે એક પગલું ભરે છે અને પછી જમીનનો આખો ભાગ ઢસડાઈ જાય છે. જો તે એક સેકન્ડ પણ મોડો પડ્યો હોત તો તે આખા ખાડાની અંદર પડી ગયો હોત.. એક પગલાએ તેનો જીવ બચાવ્યો. પોતાની પાછળ અચાનક આટલો મોટો ખાડો જોઈને તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રોડ ઉપરથી આરામથી ચાલીને આવી છે. તે રસ્તાની બાજુમાં કોઈ દુકાનની અંદર જવાનો પ્રયાસ કરે છે. કોઈપણ દુર્ઘટનાથી અજાણ અને આગળની થોડી સેકેંડમાં શું થવાનું છે એ વાતની પણ તેને ખબર નથી હોતી અને તે આગળ વધતો રહે છે. ત્યારે જ દુકાનની આગળથી પસાર થતી ગટરનો સ્લેબ તૂટી જાય છે અને મોટો ખાડો પડી જાય છે.

સારું થયું કે તે વ્યક્તિએ એક ડગલું આગળ ભરી લીધું હતું, નહિ તો તે ગટરમાં પડી ગયો હોત. આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયો ઉપર પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ અપાતા જોવા મળી રહ્યા છે. કોઈ એમ કહી રહ્યું છે કે યમરાજ રજા ઉપર છે તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે યમરાજનો લંચ બ્રેક ચાલતો હશે. જો કે આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તેની પુષ્ટિ હજુ નથી થઇ.

Niraj Patel